વરસાદી માહોલ હોય કે પછી ઠંડીના સૂસવાટા વાતા હોય, ગરમા ગરમ ભજીયાં ખાવાની અસલી મજા ત્યારે જ આવતી હોય છે. તો ચાલો આજી જાણીએ મસ્ત અને સ્વાદિષ્ટ મેથીના ગોટા બનાવવાની Recipe..
મેથીનાં ગોટા બનાવવા માટેની સામગ્રી :
1 વાટકી ચણાનો કકરો લોટ
1 વાટકી ઝીણી સમારેલી મેથી
1 ઝીણી સમારેલી ડુંગળી
2 લીલાં મરચાં
કોથમીર
તળવા માટે તેલ
મીઠું
રૂટિનના મસાલા
પા ચમચી સોડા
સર્વ કરવાં લસણ-લાલ મરચાની ચટણી
મેથીનાં ગોટા બનાવવા માટેની રીત :
- સૌ પ્રથમ એક તપેલીમાં ચણાનો જાડો લોટ, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલી મેથી, મરચું, હળદર ધાણાજીરું, મીઠું , લીલાં મરચાં અને કોથમીર નાખી મિશ્રણને સરસથી એકરસ કરો.
- હવે એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાથી એક ચમચી તેલ ખીરામાં નાખો. તેનાં પર સોડા નાખી ફરીથી સરસ રીતે ફીણી લો.
- હવે તેલ ગરમ થાય એટલે ખીરામાંથી મેથીનાં ગોટાને સોનેરી તળી લો.
- આ ગોટાને લસણ અને લાલ મરચાની તીખી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.