+

મેથીનાં ગોટાને વધુ સ્વાદિષ્ટ અને ફરસાં બનાવવાની Tips

વરસાદી માહોલ હોય કે પછી ઠંડીના સૂસવાટા વાતા હોય, ગરમા ગરમ ભજીયાં ખાવાની અસલી મજા ત્યારે જ આવતી હોય છે. તો ચાલો આજી જાણીએ મસ્ત અને સ્વાદિષ્ટ મેથીના ગોટા બનાવવાની Recipe..મેથીનાં ગોટા બનાવવા માટેની સામગ્રી :1 વાટકી ચણાનો કકરો લોટ 1 વાટકી ઝીણી સમારેલી મેથી1 ઝીણી સમારેલી ડુંગળી2 લીલાં મરચાંકોથમીરતળવા માટે તેલમીઠુંરૂટિનના મસાલાપા ચમચી સોડા સર્વ કરવાં લસણ-લાલ મરચાની ચટણીમેથીનાં ગોટા બનાવ
વરસાદી માહોલ હોય કે પછી ઠંડીના સૂસવાટા વાતા હોય, ગરમા ગરમ ભજીયાં ખાવાની અસલી મજા ત્યારે જ આવતી હોય છે. તો ચાલો આજી જાણીએ મસ્ત અને સ્વાદિષ્ટ મેથીના ગોટા બનાવવાની Recipe..

મેથીનાં ગોટા બનાવવા માટેની સામગ્રી :
1 વાટકી ચણાનો કકરો લોટ 
1 વાટકી ઝીણી સમારેલી મેથી
1 ઝીણી સમારેલી ડુંગળી
2 લીલાં મરચાં
કોથમીર
તળવા માટે તેલ
મીઠું
રૂટિનના મસાલા
પા ચમચી સોડા 
સર્વ કરવાં લસણ-લાલ મરચાની ચટણી
મેથીનાં ગોટા બનાવવા માટેની રીત : 
  • સૌ પ્રથમ એક તપેલીમાં ચણાનો જાડો લોટ, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સમારેલી મેથી, મરચું, હળદર ધાણાજીરું, મીઠું , લીલાં મરચાં અને કોથમીર નાખી મિશ્રણને સરસથી એકરસ કરો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાથી એક ચમચી તેલ ખીરામાં નાખો. તેનાં પર સોડા નાખી ફરીથી સરસ રીતે ફીણી લો. 
  • હવે તેલ ગરમ થાય એટલે ખીરામાંથી મેથીનાં ગોટાને સોનેરી તળી લો. 
  • આ ગોટાને લસણ અને લાલ મરચાની તીખી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
Whatsapp share
facebook twitter