Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સફરજન અને કેળાંને તાજા રાખવાની Tips, ફળોને કાળા પડતા અટકાવશે

10:55 PM Apr 17, 2023 | Vipul Pandya

સામાન્ય રીતે કેટલાક ફળો તેમજ શાકભાજી એવાં હોય છે, જેને અગાઉથી સમારીને નથી રાખી શકાતા. કારણ કે તેને સમારીને રાખવાથી તે કાળા પડી જાય છે. 

પરંતુ કેટલીક એવી ટીપ્સ છે જેનાથી આ ચીજોને કાળી પડવાથી બચાવી શકાય છે. 

ઘણી વખત કેટલીક જગ્યાએ અથવા તો ક્યાંક બહાર જવાનું થાય અને ત્યાં કેટલાક ફળો કાપીને લઈ જવાના થાય ત્યારે તેને લાંબો સમય સુધી ફ્રેશ રાખવાની કેટલીક ટીપ્સ છે, જેને અનુસરવાથી તમે આ ચીજોને લાંબો સમય સુધી તાજા રાખી શકાય છે.. 

  • સફરજનને સમારીને એર ટાઈટ ડબ્બામાં ભરવાથી તે કાળું નહીં પડે.

  • સફરજનને સમારીને 10 મિનિટ ઠંડા પાણીમાં પલાવીને ભરવાથી પણ તેને કાળા પડવાથી બચાવી શકાય છે.

  •  સફરજનની ઉપર લીંબુનો રસ લગાવીને રાખવાથી પણ તેને કાળું પડતા અટકાવી શકાય છે.

  • આ સાથે જો કેળાને પણ લાંબો સમય સુધી તાજા રાખવા માટે તેની ઉપરની દાંડી પર પ્લાસ્ટિક શીટ વીંટાળીને રાખવાથી પણ તે લાંબા સમય સુધી પણ તાજા રહી શકે છે..