Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Junagadh Accident : પાજોદ ગામે ઇકોચાલકે અડફેટે લેતા બાઇકસવાર ત્રણ આશાસ્પદ યુવાનોનાં મોત

08:21 AM Mar 14, 2024 | Vipul Sen

જુનાગઢમાં ગમખ્વાર અકસ્માત (Junagadh Accident) સર્જાયો છે. ગત રાતે બાટવાના પાજોદ ગામ પાસે ઇકોચાલકે એક બાઇકને અડફેટે લેતા બાઇકસાવર ત્રણ મિત્રોનાં મૃત્યુ નીપજ્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે અકસ્માત સર્જીને અજાણ્યો ઇકોચાલક ફરાર થયો હતો. પોલીસે (Junagadh Police) ફરાર ઇકોચાલકની શોધખોળ આદરી છે.

જુનાગઢના બાટવાના (Batwa) પાજોદ ગામ પાસે ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત (Junagadh Accident) સર્જાયો હતો. એક બાઇક પર ત્રણ મિત્ર ભરત નગભાઈ મોરી (ઉં.16, રહે. બટવા), રેશ પરબતભાઈ રામ (ઉં. 25 રહે. બાટવા) અને પરેશ પરબતભાઈ રામ (ઉં. 25 રહે. બાટવા) જઈ રહ્યા હતા. દરમિયાન, પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા ઇકોચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આથી ત્રણેય મિત્રો હવામાં ફંગોળાઈને પટકાયા હતા. અકસ્માતને પગલે સ્થળ પર લોકોનું ટોળું ભેગું થયું હતું અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જુનાગઢ હોસ્પિટલ (Junagadh Hospital) ખસેડવામાં મદદ કરી હતી.

ત્રણેય મિત્રોના સારવાર દરમિયાન મોત

આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી. જો કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણેય મિત્રોના મૃત્યુ થયા હતા. જ્યારે બીજી તરફ અકસ્માત સર્જીને અજાણ્યો ઇકોચાલક ફરાર થયો હતો. આ મામલે સ્થાનિક પોલીસે ફરાર ઇકોચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે. ત્રણ આશાસ્પદ યુવાનોના મોતથી પંથકમાં ગમગીની છવાઈ છે.

 

આ પણ વાંચો – Vadodara Riots: વડોદરાના એકતાનગરમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો, 10 લોકો થયા ઘાયલ

આ પણ વાંચો – VADODARA : જોખમી કેમીકલની અસુરક્ષિત હેરાફેરી નાકામ બનાવતી LCB

આ પણ વાંચો – VADODARA : કારની ડોર સ્ટ્રીપમાંથી પોશડોડાનો મોટો જથ્થો જપ્ત કરતી ગ્રામ્ય SOG

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ