Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં પાકિસ્તાનના ત્રણ આતંકી ઠાર, ઘૂસણખોરીનો પ્રયત્ન અસફળ

11:53 PM Apr 17, 2023 | Vipul Pandya

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે સવારે સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં પાકિસ્તાન સ્થિત સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. અહેવાલો અનુસાર, કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસની ચોક્કસ માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઓપરેશન શરૂ કર્યું હતું. ઘૂસણખોરી કરનારા આતંકીઓને સેના અને પોલીસ દ્વારા રોકવામાં આવતા એન્કાઉન્ટર શરૂ થયું હતું.
સુરક્ષાદળોએ ગુરુવારે સવારે લશ્કરના વધુ ત્રણ આતંકવાદીઓને ખતમ કર્યા અને જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આઈજીપી કાશ્મીર વિજય કુમારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા છે. તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે સંકળાયેલા હતા. આઈજીપીએ જણાવ્યું હતું કે, “મૃત આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે. હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે.” કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું, “કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસ અંગે કુપવાડા પોલીસ દ્વારા વિકસિત ચોક્કસ ઇનપુટના આધારે, એક અથડામણ શરૂ થઇ ગઇ, જ્યારે ઘૂસણખોરી કરનારા આતંકીઓને સેના અને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી.”
એન્કાઉન્ટર અંગે અપડેટ આપતા, આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે, પ્રતિબંધિત લશ્કર સંગઠન સાથે જોડાયેલા ત્રણેય આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેમની ઓળખની ખાતરી કરવામાં આવી રહી છે. કુમારે કહ્યું કે, આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. મહત્વનું છે કે, આ પહેલા બુધવારે લશ્કરના આતંકવાદીઓએ એક ટેલિવિઝન કલાકારની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, જેણે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર પોતાના ગીતો અપલોડ કર્યા હતા. તેનો 10 વર્ષનો ભત્રીજો પણ ઘરે હતો અને તેને હાથમાં ગોળી વાગી હતી.