+

24 કલાકમાં કચ્છમાંથીજ હેરોઇનના વધુ ત્રણ પેકેટ મળી આવ્યા, દરિયાઇ મોજામાં તણાઇ આવ્યા હોવાનું તારણ

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ  અબડાસા તાલુકાના જખૌ નજીકના લુણા બેટ પર 3 હેરોઇનના પેકેટ કબ્જે કરાયાં છે. સીમા સુરક્ષા દળ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન હેરોઇનના આ પેકેટ કબ્જે કરાયા છે. પેકેટ…

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ 

અબડાસા તાલુકાના જખૌ નજીકના લુણા બેટ પર 3 હેરોઇનના પેકેટ કબ્જે કરાયાં છે. સીમા સુરક્ષા દળ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન હેરોઇનના આ પેકેટ કબ્જે કરાયા છે. પેકેટ પર 36 કોફીપેડ્સ માઇલ્ડ લખ્યું છે, તે દરિયાઈ મોજામાં તણાઈને આવ્યા હોવાનું તારણ છે,સુરક્ષા દળો દ્વારા સર્ચ હાથ ધરાયુ છે. જે ત્રણ પેકેટ મળી આવ્યા તે પ્લાસ્ટિકની બેગમાં લપેટાયેલા હતા.એક-એક કિલોના કુલ ત્રણ પેકેટ હતા. 1 કિલો હેરોઇનની કિંમત 5 કરોડ આંકવામાં આવે છે તે જોતા 15 કરોડની કિંમતના ત્રણ પેકેટ હોવાનું કહેવાઇ રહ્યું છે.

મહત્વપૂર્ણ છે કે ગઇકાલે લખપત તાલુકાના કોટેશ્વરથી 6 કિલોમીટર દુર કોરીક્રિક નજીકથી 1 કિલો હેરોઇન મળી આવ્યું હતું.સીમા સુરક્ષા દળની ટીમે આ હેરોઇન કબ્જે કર્યું હતું,1 કિલો હેરોઇનની કિંમત 5 કરોડ આંકવામાં આવે છે.. ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં જખૌ નજીક ચરસના 29 પેકેટ મળી આવ્યા હતા, તેમજ અન્ય 6 પેકેટ કબ્જે કરાયા હતા. અવારનવાર ઝડપાઇ રહેલા ડ્રગ્સના પેકેટ તપાસ માંગી લે તેમ છે. આજે સીમા સુરક્ષા દળ દ્વારા ઝડપી પાડવામાં આવેલ હેરોઇનના પેકેટને લઈને એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. જો કે ડ્રગ્સ અંગે ઊંડી તપાસ જરૂરી હોવાનો જાણકારો માની રહ્યા છે.

Whatsapp share
facebook twitter