+

અંબાલા-ચંદીદઢ હાઇવે પર ત્રણ જીવતા હેન્ડ ગ્રેનેડ અને IED મળ્યા

હરિયાણાના અંબાલા-ચંદીદઢ હાઇવે પર એક ખાનગી યુનિવર્સિટીની સામે આવેલા ખાલી મેદાનમાંથી ત્રણ જીવતા હેન્ડ ગ્રેનેડ અને એક આઇડી મળ્યો છે. જેના કારણ તે વિસ્તારમાં અંધાધૂંધીનો માહોસલ સર્જાયો છે. મેદાનમાં પડેલા આ વિસ્ફોટકો પર ત્યાંથી પસાર થતા મજૂરોની નજર પડી અને ત્યારબાદ તેમણે તરત જ પોલીસને જાણ કરી. ત્યારબાદ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારà
હરિયાણાના અંબાલા-ચંદીદઢ હાઇવે પર એક ખાનગી યુનિવર્સિટીની સામે આવેલા ખાલી મેદાનમાંથી ત્રણ જીવતા હેન્ડ ગ્રેનેડ અને એક આઇડી મળ્યો છે. જેના કારણ તે વિસ્તારમાં અંધાધૂંધીનો માહોસલ સર્જાયો છે. મેદાનમાં પડેલા આ વિસ્ફોટકો પર ત્યાંથી પસાર થતા મજૂરોની નજર પડી અને ત્યારબાદ તેમણે તરત જ પોલીસને જાણ કરી. ત્યારબાદ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા ત્રણે જીવતા હેન્ડ ગ્રેનેડને ડિફ્યુઝ કરવામાં આવ્યા છે.
પોલીસનું શું કહેવું છે?
હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે ખાલી મેદાનમાં 3 જીવતા હેન્ડ ગ્રેનેડ ક્યાંથી અને કેવી રીતે આવ્યા. ઘટના અંગે માહિતી આપતાં અંબાલા એસપી જશનદીપ સિંહ રંધાવાએ જણાવ્યું કે હરિયાણા-પંજાબ બોર્ડરના ચંદીગઢ હાઈવે પરથી 3 ગ્રેનેડ અને IED મળી આવ્યા છે. તેમણે કહ્યું કે, કોલેજના સ્ટાફને આ બોમ્બ ગઈકાલે (શનિવાર) સાંજે જ મળ્યો હતો, પરંતુ પોલીસને તેની માહિતી ખૂબ મોડેથી મળી હતી. અંબાલા એસપીએ કહ્યું કે આ ઘટનાની દરેક એંગલથી તપાસ કરવામાં આવશે. 
ઘટનાની ગંભીરતાને જોતા તેની માહિતી NIA અને અન્ય કેન્દ્રીય એજન્સીઓને પણ આપવામાં આવી છે. એસપીએ કહ્યું કે આ બોમ્બ અહીં શા માટે અને કેવી રીતે આવ્યો તે શોધવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તમામ એંગલથી તપાસ થશે
આ સિવાય SPએ પંજાબમાં તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીના એંગલથી પણ તેની તપાસ કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે બોમ્બ સાથે કેટલાક દસ્તાવેજો પણ મળ્યા છે. આ કેસમાં એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે. જેણે પોલીસને બોમ્બ મળ્યાની માહિતી આપી હતી, તે ગુરપ્રીત નામના વ્યક્તિએ કહ્યું કે ગઈકાલે સાંજથી આ 3 બોમ્બ ખાલી મેદાનમાં પડ્યા હતા, તેણે તરત જ તેની આસપાસના લોકોને જાણ કરી.
Whatsapp share
facebook twitter