Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમમાં ત્રણ બાળકો ડૂબ્યા, શોધખોળ હાથ ધરી

08:32 PM May 20, 2023 | Dhruv Parmar

હાલ ગરમીનો સમય ચાલી રહ્યો છે, તેવામાં બાળકોને વેકેશન ચાલી રહ્યું હોવાથી મોટા ભાગના પરિવાર દરિયાકાંઠા અને નદી કે તળાવ હોય તેવા વિસ્તારમાં ફરવા જવાનું પસંદ કરતાં હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ન્હાવા ગયેલા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે તેવા સમાચર પ્રકાશમાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ગરમી હોવાથી ત્રણેય બાળકો ધોળીધજા ડેમમાં ન્હાવા પડ્યા હતા. હાલમાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બાળકોની શોધખોળ હાથ ધરી છે. ધોળીધજા ડેમ રીઝર્વ ડેમ હોવાથી હાલ પાણીથો છલોછલ ભરેલો હોય છે. આ ઘટનાની જાણ થતા ત્યાં રહેલા સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો : વડોદરા : ગેરકાયદે રેતી ઉલેચતા લાખો રૂપિયાની કિંમતના વાહનો સીઝ કરાયાં