+

Ayodhya: અયોધ્યામાં રામ મંદિર ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ

Ayodhya: અત્યારે રામ મંદિરમાં દરરોજ લાખો ભક્તો માટે દર્શન માટે પહોંચી રહ્યા છે. મંદિરની સુરક્ષા વ્યવસ્થા ખાસ્સી કડક કરવામાં આવી છે. VVIP થી લઈને સામાન્ય લોકો રામલલાના દર્શન કરવા માટે…

Ayodhya: અત્યારે રામ મંદિરમાં દરરોજ લાખો ભક્તો માટે દર્શન માટે પહોંચી રહ્યા છે. મંદિરની સુરક્ષા વ્યવસ્થા ખાસ્સી કડક કરવામાં આવી છે. VVIP થી લઈને સામાન્ય લોકો રામલલાના દર્શન કરવા માટે મંદિરમાં કતારમાં ઉભા રહે છે. આ દરમિયાન અયોધ્યાના શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઉપરાંત લખનૌના બક્ષી કા તાલાબ (BKT) પોલીસ સ્ટેશનને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પછી પોલીસ વિભાગ અને વહીવટીતંત્રના તાડમાર તપાસમાં લાગી ગયું છે.

મળતી વિગતો પ્રમાણે પોલીસે સીતાપુર રોડના કિનારે આવેલ પાલ રેસ્ટોરેન્ટમાં ધમકી ભર્યો પત્ર મળ્યો છે. આથીં મંદિરની સુરક્ષા અને ખુફિયા એજન્સીઓ મંદિરની સુરક્ષા વધારીને એલર્ટ થઈ ગઈ છે. ધમકીભર્યો પત્ર મળ્યા બાદ પોલીસે ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા લોકો સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.

ધમકી ભર્યા પત્રમાં યુવતીનો નંબર મળી આવ્યો

ઉલ્લેખનીય છે કે, પોલીસને મળેલા આ ધમકી ભર્યા પત્રમાં અપમાનજનક શબ્દો અને એક છોકરીનો નંબર લખેલો હતો. આ પત્રમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડી શકે તેવા અન્ય વાંધાજનક શબ્દો લખવામાં આવ્યા છે. પોલીસે જ્યારે આ નંબર પર કોલ કર્યો ત્યારે જાણવા મળ્યું કે, આ નંબર સાથેના પત્રો એટલાય દિવસથી અલગ અલગ જગ્યાએ ફેકવામાં આવ્યા છે. જેમાં યુવતીનો નંબર લખવામાં આવ્યો હતો.

પોલીસે અજાણ્યા લોકો સામે કેસ નોધ્યો

મળતી વિગતો પ્રમાણે બે દિવસ પહેલા આ યુવતીએ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી હતી. અત્યારે પોલીસે અજાણ્યા લોકો સામે કેસ નોધ્યો છે. આ સાથે પોલીસે આગળની તપાસ પણ હાથ ધરી દીધી છે. પોલીસને મળેલા ધમકીભર્યા પત્રમાં ઝોયા ખાન અને ઝુબેર ખાનના નામનો ઉલ્લેખ છે. આ મામલો બક્ષી કા તાલાબ પોલીસ સ્ટેશન વિસ્તારના પાલ રેસ્ટોરન્ટનો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Microsoft Office: વાહ ઓફિસ હોય તો આવી! કર્મચારીઓને મળે ઊંઘવાની સુવિધા

Whatsapp share
facebook twitter