+

મુંબઇમાં આતંકી હુમલાની ધમકી, NIAને મળ્યો ધમકીભર્યો ઈમેલ

મુંબઇમાં આતંકી હુમલાની ધમકી NIAને મળ્યો ધમકીભર્યો ઈમેલઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યોઅલગ-અલગ શહેરોમાં એલર્ટ જારીમુંબઈ (Mumbai)માં આતંકી હુમલાનો ખતરો છે. NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ દેશના વિવિધ શહેરોને એલર્ટ (Alert) કરી દેવામાં આવ્યા છે. NIAએ મુંબઈ પોલીસ (Mumbai Police)ને પણ આ માહિતી આપી છે. પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસમાં લાગેલી છે.NIAના ઈમેલ આઈડી પર ધમકીભર્યો મેલસૂત્રોના જણાવ્યા અનુસાર NIAના ઈમà«
  • મુંબઇમાં આતંકી હુમલાની ધમકી
  •  NIAને મળ્યો ધમકીભર્યો ઈમેલ
  • ઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યો
  • અલગ-અલગ શહેરોમાં એલર્ટ જારી
મુંબઈ (Mumbai)માં આતંકી હુમલાનો ખતરો છે. NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ દેશના વિવિધ શહેરોને એલર્ટ (Alert) કરી દેવામાં આવ્યા છે. NIAએ મુંબઈ પોલીસ (Mumbai Police)ને પણ આ માહિતી આપી છે. પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસમાં લાગેલી છે.
NIAના ઈમેલ આઈડી પર ધમકીભર્યો મેલ
સૂત્રોના જણાવ્યા અનુસાર NIAના ઈમેલ આઈડી પર ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. ઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાન ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તાલિબાન સંગઠનના અગ્રણી નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ પર આવું થવા જઈ રહ્યું છે.

અલગ-અલગ શહેરોમાં એલર્ટ જારી
ધમકીભર્યા ઈમેલની માહિતી મળતાની સાથે જ મુંબઈ પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે અને ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તે શોધવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ દેશના અલગ-અલગ શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

કોણ છે સિરાજુદ્દીન હક્કાની
સિરાજુદ્દીન હક્કાની તાલિબાનના સૌથી ખતરનાક જૂથ હક્કાની નેટવર્કનો વડા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદ તેને કાર્યકારી ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યો છે. આ સાથે તે તાલિબાનમાં નંબર 2 નેતાનું પદ ધરાવે છે. તાલિબાનમાં હક્કાની નેટવર્કનો નોંધપાત્ર પ્રભાવ છે. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ હક્કાનીના લોકેશનની જાણકારી માટે $10 મિલિયનનું ઈનામ રાખ્યું છે.
ગયા મહિને પણ ધમકી મળી હતી
આ પહેલા જાન્યુઆરીમાં મુંબઈમાં આતંકી હુમલાનો ખતરો હતો. એક વ્યક્તિએ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને ફોન કર્યો અને શહેરભરમાં જુદા જુદા સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી. ધમકી આપનાર વ્યક્તિએ ફોન પર કહ્યું હતું કે 1993ની તર્જ પર મુંબઈમાં વિવિધ સ્થળોએ બ્લાસ્ટ કરીને આતંક મચાવશે. 2 મહિનાની અંદર આ હુમલાઓ કરવાનું કહેવામાં આવ્યું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter