+

ગુજરાતની ટીમમાં આવી ગયો આ સ્ટાર ખેલાડી, દુનિયાની મોટી ટૂર્નામેન્ટમાં કર્યો છે કમાલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નું બ્યુગલ આજથી (23 ડિસેમ્બર) સાચા અર્થમાં વાગવા જઈ રહ્યું છે. કોચીમાં આજે આગામી સિઝન માટે મીની હરાજી શરૂ થઈ ગઈ છે અને આ વખતે મિની ઓક્શન માટે 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેના પર તમામ ટીમો ઘણો ખર્ચ કરશે. IPLની હરાજી એક એવી જગ્યા છે જ્યાં મોટા-મોટા નામોની માંગ ઘણી વધુ હોય છે પણ એક વખત ઠોકર પડી ગઈ તો એ મોટા નામની કોઈ કિંમત રહેતી નથી. અત્યાર સુધી આવું ઘણા àª
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નું બ્યુગલ આજથી (23 ડિસેમ્બર) સાચા અર્થમાં વાગવા જઈ રહ્યું છે. કોચીમાં આજે આગામી સિઝન માટે મીની હરાજી શરૂ થઈ ગઈ છે અને આ વખતે મિની ઓક્શન માટે 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેના પર તમામ ટીમો ઘણો ખર્ચ કરશે. IPLની હરાજી એક એવી જગ્યા છે જ્યાં મોટા-મોટા નામોની માંગ ઘણી વધુ હોય છે પણ એક વખત ઠોકર પડી ગઈ તો એ મોટા નામની કોઈ કિંમત રહેતી નથી. અત્યાર સુધી આવું ઘણા ખેલાડીઓ સાથે બન્યું છે. ભલે એ ખેલાડી વિશ્વ ક્રિકેટના ટોચના ખેલાડીઓમાં શામેલ હોય છે પણ તેઓ  IPL ઓક્શનની રમતમાં ફિટ નથી થઈ શકતા. 


વિલિયમસનને ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો 
જો કે આ સિઝનમાં ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન કેન વિલિયમસનની સ્થિતિ એવી જ કઇંક જણાતી હતી પણ નસીબે તેનો સાથ આપ્યો. જણાવી દઈએ કે કિવી દિગ્ગજ ખેલાડીને આઈપીએલની ગત સિઝન બાદ સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી મુક્ત થયા બાદ હવે આ સિઝનમાં એમને નવી ટીમ મળી છે. જણાવી દઈએ કે વિલિયમસનને ગુજરાતે તેને તેની મૂળ કિંમત બે કરોડમાં ખરીદી લીધો છે. 
આઈપીએલની છેલ્લી સિઝન બિલકુલ સારી ન રહી 
જણાવી દઈએ કે 2018ની સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર કેન વિલિયમસન માટે આઈપીએલની છેલ્લી સિઝન બિલકુલ સારી ન હતી. એ સિઝનમાં ડેવિડ વોર્નરને નીકાળ્યા પછી SRHએ તેને કેપ્ટનશિપ સોંપી હતી. જો કે વિલિયમસન માટે વ્યક્તિગત રીતે અને ટીમ માટે પણ એ સીઝન ખરાબ રહી હતી અને પછી નવેમ્બરમાં SRH એ વિલિયમસન સાથેની તેમની લાંબી સફર પૂરી કરી હતી.
પહેલા સેટ પર આ ખેલાડીઓ પર લાગશે બોલી
  • મયંક અગ્રવાલ (ભારત) – બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા 
  • હૈરી બ્રૂક (ઇંગ્લેન્ડ)- બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા 
  • અજિંક્યે રહાણે (ભારત)- બેઝ પ્રાઇઝ 50 લાખ
  • જૉ રૂટ (ઇંગ્લેન્ડ)- બેઝ પ્રાઇઝ 1 કરોડ 
  • રાઇલી રુસો (દક્ષિણ આફ્રિકા)-  બેઝ પ્રાઇસ 2 કરોડ 
  • કેન વિલિયમસન (ન્યૂઝીલેન્ડ) – બેઝ પ્રાઇસ 2 કરોડ 

19 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડથી વધુ

19 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડ (સૌથી વધુ) છે, આ ખેલાડી વિદેશી છે. 11 ખેલાડી 1.5 કરોડ બેઝ પ્રાઇસ વાળા સેગમેન્ટમાં છે. આ ઉપરાંત 20 ખેલાડીઓની બેઝ પ્રાઇસ એક કરોડ છે. 

સૌથી ઓછી રકમ કોલકત્તા પાસે

તમામ ફ્રેન્ચાઇઝીની હરાજી પર્સમાં કુલ રકમ 206.5 કરોડ રૂપિયા છે, આમાં સૌથી વધુ રકમ સનરાઇઝર્સ હૈદરબાદ (42.25 કરોડ) અને સૌથી ઓછી કોલકત્તા નાઇટ રાઇડર્સ (7.05 કરોડ) છે. 


સૌથી વધુ સ્લૉટ્સ હૈદરાબાદ પાસે

10 ફ્રેન્ચાઇજી ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓની જગ્યા ખાલી છે, આમાં 30 ખેલાડીઓ વિદેશી હોઇ શકે છે. સૌથી વધુ સ્લૉટ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ (13) ની પાસે ખાલી છે, વળી, દિલ્હી કેપિટલ્સને સૌથી ઓછા ખેલાડીઓ (5) પર દાંવ લગાવવાનો છે. 

શૉર્ટલિસ્ટ થયા છે 405 ખેલાડીઓ

શૉર્ટલિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાં 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડી હતા, વિદેશી ખેલાડીઓમાં 4 ખેલાડી એસૉસિએટ દેશમાથી છે. આમાં 119 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ ધરાવતા હતા, બાકીના 282 ખેલાડીઓ અનકેપ્ડ હતા, આ સંખ્યામાં એક-બે નંબરનો હેરફેર થઇ શકે છે

આપણ  વાંચો-ટ્રોફી માટે અધૂરુ સપનુ પુરુ કરવા બેંગ્લોરે મજબૂત ટીમ બનાવી, જુઓ સંપૂર્ણ સ્ક્વોડ


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter