Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને ICC ની આ ખાસ યાદીમાં મળી જગ્યા

11:02 AM Apr 17, 2023 | Vipul Pandya

ટીમ ઈન્ડિયાના ખેલાડીને ICC દ્વારા એક ખાસ યાદીમાં જગ્યા મળી છે. આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે ખાસ બની રહ્યો છે. આ ખેલાડીનું નામ અર્શદીપ સિંહ (Arshdeep Singh) છે. મહત્વનું છે કે, 2022નું વર્ષ પૂરું થવા આવ્યું છે. ક્રિકેટ જગત માટે આ વર્ષ ઘણું ખાસ રહ્યું છે. આ વર્ષે એશિયા કપથી લઈને T20 વર્લ્ડ કપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં ઘણા યુવા ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કરીને સૌના દિલ જીતી લીધા હતા. તેમાંથી ચાર ખેલાડીઓની ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ઈમર્જિંગ પ્લેયર એવોર્ડ (Emerging Player Award) માટે પસંદગી કરવામાં આવી છે. આમાં એક ભારતીય ખેલાડી એર્શદીપનું પણ નામ છે.
અર્શદીપ ICC એવોર્ડની વિશેષ શ્રેણીમાં નામાંકિત
અર્શદીપ સિંહે એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ICCએ પણ તેના પ્રદર્શનની નોંધ લીધી છે. અર્શદીપ સિંહને આ વર્ષના ICC એવોર્ડની વિશેષ શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યો છે. અર્શદીપ સિંહની સાથે આ યાદીમાં વધુ ત્રણ નામ સામેલ છે. ICC પુરસ્કારોમાં ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર (Emerging Player Award) માટે કુલ ચાર ખેલાડીઓને નોમિનેટ કરવામાં આવ્યા છે. અન્ય ત્રણ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનથી આવે છે. 23 વર્ષીય ડાબોડી બોલરે આ વર્ષે T20 અને ODIમાં ડેબ્યૂ કર્યા બાદ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. તે ODI ફોર્મેટમાં વધુ પ્રભાવ પાડી શક્યો ન હતો પરંતુ T20માં તેણે વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી હતી. અર્શદીપ ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપમાં પણ રમ્યો હતો અને ટીમ ઈન્ડિયા માટે ઘણા યાદગાર પ્રદર્શન કર્યા હતા.
ICC Emerging Player Award 2022: આ ચાર ખેલાડીઓની કરવામાં આવી પસંદગી

1. માર્કો જેન્સેન
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો જેન્સનને આ વર્ષે પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. તેણે બોક્સિંગ ડે ટેસ્ટ સહિત અનેક શ્રેણીમાં 14 વિકેટ લીધી હતી. આ ઉપરાંત યુવા ખેલાડીએ T20માં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું અને બે વખત શ્રેયસ અય્યરની વિકેટ લીધી હતી. માર્કો જેન્સનને તાજેતરમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ફરી એકવાર ખરીદ્યો છે.
2. ઇબ્રાહિમ જર્દાન
અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેને આ વર્ષે ઘણા મોટા બોલરોની બોલિંગમાં રન ફટકાર્યા છે. તેના ખાસ પ્રદર્શનને કારણે જ અફઘાનિસ્તાનની ટીમ મજબૂત સ્થિતિમાં છે. જર્દાને આ વર્ષે વનડેમાં 431 રન બનાવ્યા જ્યારે T20માં 367 રન બનાવ્યા. ઇબ્રાહિમે શ્રીલંકા સામે 163 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 15 ચોક્કા અને 4 છક્કા પણ ફટકાર્યા હતા.
3. ફિન એલન
ન્યૂઝીલેન્ડનો ઓલરાઉન્ડર ઓપનર ફિન એલન આ દિવસોમાં જોરદાર ફોર્મમાં છે. તેની બેટિંગના કારણે ન્યૂઝીલેન્ડે તેને T20 વર્લ્ડ કપમાં માર્ટિન ગુપ્ટિલની જગ્યાએ ટીમમાં જગ્યા આપી હતી. ફિન એલને 2022માં T20માં 411 રન બનાવ્યા છે જ્યારે તેણે ODIમાં 387 રન બનાવ્યા છે. ફિન તેની શાનદાર ગતિ માટે જાણીતો છે, તે ઇનિંગ્સની શરૂઆતથી જ બોલર પર દબાણ બનાવવાનું શરૂ કરે છે.
4. અર્શદીપ સિંહ
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં અર્શદીપ સિંહ એકમાત્ર ભારતીય ખેલાડી છે. જસપ્રીત બુમરાહની ઈજા પછી બધાએ વિચાર્યું હતું કે ટીમમાં તેની ભૂમિકા કોણ ભજવશે, પરંતુ અર્શદીપ સિંહે પોતાનું શાનદાર પ્રદર્શન બતાવીને સૌ કોઇમે ચોંકાવી દીધા. અર્શદીપે આ વર્ષે T20માં 33 વિકેટ લીધી હતી. તેણે IPLમાં પણ શાનદાર બોલિંગ કરી હતી. હવે તેને ભારતીય ટીમના કાયમી સભ્ય તરીકે જોવામાં આવી રહ્યો છે.

ઉભરતા પુરૂષ ક્રિકેટર પુરસ્કાર વિજેતા:
2004: ઈરફાન પઠાણ
2005: કેવિન પીટરસન
2006: ઇયાન બેલ
2007: શોન ટેટ
2008: અજંતા મેન્ડિસ
2009: પીટર સિડલ
2010: સ્ટીવન ફિન
2011: દેવેન્દ્ર બિશુ
2012: સુનીલ નારાયણ
2013: ચેતેશ્વર પૂજારા
2014: ગેરી બેલેન્સ
2015: જોશ હેઝલવુડ
2016: મુસ્તાફિઝુર રહેમાન
2017: હસન અલી
2018: રિષભ પંત
2019: માર્નસ લાબુશેન
2021: યાનેમન મલાન
2022: ?
અર્શદીપ T20 ક્રિકેટમાં શાનદાર રહ્યો છે
અર્શદીપ સિંહને આ વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ડેબ્યૂ કરવાની તક મળી હતી. આ પછી, ટૂંકા ફોર્મેટમાં તેની રમત સારી થતી રહી. તેણે T20 વર્લ્ડ કપમાં પણ અસરકારક પ્રદર્શન કર્યું હતું. અર્શદીપ સિંહે 8.17ના ઈકોનોમી રેટથી કુલ 33 વિકેટ લીધી છે. તેને નવા બોલ સાથે જબરદસ્ત સ્વિંગ મળ્યો છે. આ સિવાય અર્શદીપ સિંહે ડેથ ઓવરોમાં પણ જૂના બોલથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને પરિણામ મળ્યું અને ICCએ તેને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર માટે નોમિનેટ કર્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.