+

આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, રમી 277 રનની ધમાકેદાર ઈનિંગ, તોડ્યા ઘણા રેકોર્ડ્સ

ક્રિકેટમાં તમામ રેકોર્ડ કાયમી રહેતા નથી. ક્યારેક તો તેને તોડનાર ખેલાડી સામે આવે જ છે. તાજેતરમાં તમિલનાડુના બેટ્સમેન નારાયણ જગદીસને વિજય હજારે ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો છે. મહત્વનું છે કે, જગદીસને લિસ્ટ A ક્રિકેટમાં દિગ્ગજ ક્રિકેટરોને પાછળ છોડીને સિઝનમાં સતત પાંચમી સદી ફટકારી છે. એન જગદીસન વિશ્વભરના લિસ્ટ A ક્રિકેટના ઈતિહાસમાં આવું કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે વિàª
ક્રિકેટમાં તમામ રેકોર્ડ કાયમી રહેતા નથી. ક્યારેક તો તેને તોડનાર ખેલાડી સામે આવે જ છે. તાજેતરમાં તમિલનાડુના બેટ્સમેન નારાયણ જગદીસને વિજય હજારે ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો છે. મહત્વનું છે કે, જગદીસને લિસ્ટ A ક્રિકેટમાં દિગ્ગજ ક્રિકેટરોને પાછળ છોડીને સિઝનમાં સતત પાંચમી સદી ફટકારી છે. એન જગદીસન વિશ્વભરના લિસ્ટ A ક્રિકેટના ઈતિહાસમાં આવું કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે વિરાટ કોહલી, પૃથ્વી શો, ગાયકવાડ જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. જગદીસને અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં 277 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ઘણા વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છે.
નારાયણ જગદીસને રમી 277 રનની વિસ્ફોટક ઈનિંગ
વિજય હજારે ટ્રોફીની આ સિઝનમાં દરરોજ નવા રેકોર્ડ્સનો વરસાદ થઈ રહ્યો છે. સોમવારે તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે રમાયેલી મેચમાં ઘણા મોટા રેકોર્ડ પણ નોંધાયા હતા. તમિલનાડુના આશાસ્પદ બેટ્સમેન નારાયણ જગદીસને 141 બોલમાં 277 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ઇનિંગ પછી એન જગદીસન લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરર બની ગયો છે. મહત્વનું છે કે, વિજય હજારે ટ્રોફી 2022 અંતર્ગત અરુણાચલ પ્રદેશ અને તમિલનાડુ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓપનર એન જગદીશને 141 બોલમાં 25 ચોક્કા અને 15 છક્કાની મદદથી 277 રનની રેકોર્ડ ઇનિંગ રમી હતી. લિસ્ટ Aમાં કોઈપણ બેટ્સમેનનો આ સર્વોચ્ચ સ્કોર છે.
વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધુ સદી
નારાયણ જગદીસન – 5*
વિરાટ કોહલી – 4
પૃથ્વી શો – 4
દેવદત્ત પડિકલ – 4
લિસ્ટ A મેચોમાં સતત પાંચ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન
તેણે બ્રિટિશ બેટ્સમેન અલી બ્રાઉનનો રેકોર્ડ તોડ્યો જેણે 2002માં 268 રન બનાવ્યા હતા. નારાયણ જગદીસન એક સિઝનમાં સતત પાંચમી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. જગદીસને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ 2008-09ની સિઝનમાં ચાર સદી ફટકારી હતી. તેના સિવાય પૃથ્વી શો, રુતુરાજ ગાયકવાડ અને દેવદત્ત પડિકલે પણ એક સિઝનમાં ચાર-ચાર સદી ફટકારી છે. જગદીશને આ તમામ બેટ્સમેનોને પાછળ છોડીને સિઝનમાં પોતાની પાંચમી સદી ફટકારી છે. આ સદી સાથે જગદીસન વિશ્વનો પ્રથમ એવો બેટ્સમેન બની ગયો છે. જેણે લિસ્ટ A મેચોમાં સતત પાંચ સદી ફટકારી છે. જગદીસન પહેલા, કુમાર સંગાકારા, દેવદત્ત પડિકલ અને એલ્વિરો પીટરસને લિસ્ટ ક્રિકેટમાં સતત ચાર-ચાર સદી ફટકારી હતી.

લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ સ્કોરર
277 – નારાયણ જગદીસન  (Tamil Nadu vs Arunachal Pradesh), 2022
268 – એલિસ્ટર બ્રાઉન (Surrey vs Glamorgan), 2002
264 – રોહિત શર્મા (India vs Sri Lanka), 2014
257 – ડી’આર્સી શોર્ટ (Western Australia vs Queensland), 2018
248 – શિખર ધવન (India A vs South Africa A), 2013
ઘણા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા
નારાયણ જગદીશને 277 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્માના 264 રનના રેકોર્ડને પાછળ છોડી દીધો છે, જે વનડેમાં રમાયેલી સૌથી મોટી ઇનિંગ્સ છે. જગદીશનની 277 રનની ઈનિંગ વિશ્વ ક્રિકેટના લિસ્ટ A ના ઈતિહાસની સૌથી મોટી ઈનિંગ્સ છે. આ પહેલા આ રેકોર્ડ એડી બ્રાઉન (268)ના નામે હતો. લિસ્ટ A ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી (114 બોલ) ફટકારવાની બાબતમાં જગદીશને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ટ્રેવિસ હેડ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. જગદીશને સચિન તેંડુલકર, રોહિત શર્મા, શિખર ધવન, વીરેન્દ્ર સેહવાગ જેવા દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં 10માં નંબર પર સામેલ થઈ ગયો છે. જેણે લિસ્ટ A ના ઈતિહાસમાં બેવડી સદી ફટકારી છે.
લિસ્ટ A અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર
506/2 Tamil Nadu vs Arunachal Pradesh, 2022
498/4 England vs Netherlands, 2022
496/4 Surrey vs Gloucestershire, 2007
481/6 England vs Australia, 2018
458/4 India A vs Leicestershire, 2018
પ્રથમ બેટિંગ કરતા, નારાયણ જગદીસનની ઇનિંગ્સને કારણે, તમિલનાડુએ 50 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 506 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. તમિલનાડુએ અરુણાચલ પ્રદેશને જીતવા માટે 507 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ જવાબમાં આંધ્રની ટીમ 71 રનમાં સમેટાઈ ગઈ હતી અને તમિલનાડુએ 435 રનથી મેચ જીતી લીધી હતી. તમિલનાડુએ પણ આજે લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. આજ સુધી લિસ્ટ A ક્રિકેટમાં કોઈપણ ટીમ 500નો આંકડો પાર કરી શકી નથી. આ પહેલા ઈંગ્લેન્ડે લિસ્ટ A ક્રિકેટમાં નેધરલેન્ડ સામે 4 વિકેટ ગુમાવીને 498 રન બનાવ્યા હતા.
જય શાહે બેટ્સમેન જગદીસને અભિનંદન પાઠવ્યા
જય શાહે એન જગદીસને લઈને ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘અભિનંદન @jagadeesan_200’ સતત પાંચ સદી ફટકારનાર અને લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ તોડનાર પ્રથમ ક્રિકેટર બનવા બદલ. તમારા ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.

આ મેચમાં નારાયણ જગદીસનની ઈનિંગ્સે બધાને ચોંકાવી દીધા હતા. તેણે પોતાની ઇનિંગમાં 25 ફોર અને 15 સિક્સર ફટકારી હતી. જગદીસને આ મેચમાં બાઉન્ડ્રીથી 190 રન બનાવ્યા હતા. આ મેચમાં અરુણાચલ પ્રદેશના બોલર ચેતન આનંદે 10 ઓવરમાં 114 રન આપ્યા હતા. સમગ્ર મેચમાં અરુણાચલ પ્રદેશના કોઈપણ બોલરની ઈકોનોમી 7થી ઓછી ન હોતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter