Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ નેતાએ ૩ મહિનામાં AAP, AIMIM અને અપક્ષ ઉમેદવારી બાદ અંતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

01:07 AM Apr 23, 2023 | Vipul Pandya

ભરૂચમાં એક એવો હરખ પદુડો નેતા છે અને પોતાને મોટો નેતા હોવાનો રૌફ બતાવનારે 90 દિવસમાં જ ત્રણ અલગ અલગ પાર્ટીના ખેસ ધારણ કરી લેતા રાજકીય વાતાવરણમાં આ નેતા હરખ પદુડો સાબિત થઈ ગયો છે. કારણ કે અપક્ષ ઉમેદવારી ટાણે પોતાને રીક્ષા એસોસિએશનનો પ્રમુખ કહેનાર પોતાની જ ઉમેદવારીમાં બે રીક્ષા ચાલક ઉભા ન રહેતા હાસ્યાસ્પદ બની ગયો હતો. ગઈકાલે જ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હોવાના ફોટો સોશિયલ મીડિયા ઉપર ચર્ચાસ્પદ બની ગયા છે.
ભરૂચમાં જય ભારત ઓટોરીક્ષા એસોસિએશનના પ્રમુખનું અવસાન થયા બાદ નવા પ્રમુખ તરીકે આબિદ મીર્ઝાને રીક્ષા ચાલકોએ તેઓને પ્રમુખ બનાવ્યા હોવાનું રટણ કરી પ્રમુખ બની હાર પહેરી લીધા હતા અને ત્યારબાદ રીક્ષા એસોસિએશનના પ્રમુખ હોવાનું રટણ કરી ભરૂચમાં રીક્ષા સ્ટેન્ડ ઉભું કરવાની માંગ સાથે કલેક્ટરને નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી અને પોતે આગામી વિધાનસભાની ચૂંટણીનો ઉમેદવાર હોવાનું હાઉ ઉભો કરી રીક્ષા એસોસિએશનના પ્રમુખ તરીકે તમામ રીક્ષા ઉપર પોતાના પોસ્ટર લગાવી એક મોટો નેતા હોવાની છબી ઊભી કરવાના પ્રયાસો કર્યા હતા. 90 દિવસ પહેલા જ ભરૂચમાં આમ આદમી પાર્ટીનો સંવાદ યોજાયો હતો. આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરવાનો મોકો મળશે તેવા આશ્રયથી મોટા મોટા બેનરો આમ આદમી પાર્ટીના છપાવી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હતો. પરંતુ આમ આદમી પાર્ટીમાંથી પણ ઉમેદવારી કરવાનો કોઈ અણસાર મળ્યો ન હતો.
આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યા બાદ AIMIM માંથી ઉમેદવારી કરવાનો મોકો મળે તેવા શુભ આશયથી ભરૂચના એક ફાર્મ હાઉસ ખાતે AIMIMની મીટીંગ યોજાઇ હતી જેમાં તેઓ ઉમેદવારી કરશે તેવું મીડિયા સમક્ષ રટણ કર્યું હતું અને તેમણે પોતે નિવેદન પણ આપ્યું હતું. પરંતુ AIMIM માંથી ઉમેદવારી કરવાનો મોકો ન મળતા રઘવાયા બનેલા અને પોતાને મોટા નેતા માનનાર આબિદ મીર્ઝાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી.
અપક્ષમાંથી ઉમેદવારી કરવા ગયેલા આબિદ મીર્ઝા સાથે રીક્ષા એસોસિએશનના પ્રમુખ હોવા છતાં તેમની સાથે બે રીક્ષા ચાલકો પણ જોડાયા ન હોતા ત્યારે અપક્ષમાંથી ઉમેદવારી કરી હતી. અને ઉમેદવારી બાદ પણ તેઓએ પોતાના વિસ્તારમાં પ્રચાર સુધા શરૂ કર્યો ન હતો, જેના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા. અપક્ષમાંથી ઉમેદવારી કરી હોય છતાં પ્રચાર શરૂ ન કરતા ઉમેદવાર ચર્ચાસ્પદ રહ્યા હતા અને અંતે કોંગ્રેસમાં પહોંચી કોંગ્રેસના ઉમેદવારે તેઓને ખેસ ધારણ કરાવ્યો હોવાના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા, જેના પગલે તેઓ અપક્ષના ઉમેદવાર કહેવાય કે પછી કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે તે પ્રશ્ન ઉભો થયો છે. પરંતુ હાલ તો અપક્ષ તરીકેની ઉમેદવારી કરનાર આબીદ મિર્ઝા ફોન રિસીવ કરવાનું ટાળી રહ્યા હોવાની માહિતી સાંપડી રહી છે.
અત્રે ઉલ્લેખયનીય બાબતે પણ છે કે, 90 દિવસમાં ત્રણ પાર્ટીના ખેસ ધારણ કરનાર આબિદ મીર્ઝાનો ગુજરાતના મુખ્યમંત્રી સાથેનો ફોટો પણ સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, ત્યારે તમામ પાર્ટીમાંથી ભટકીને આવેલો આબિદ મિર્ઝા શું કોઈ નવી પાર્ટી ઉભી કરશે ખરો તે પ્રશ્ન સોશિયલ મીડિયા ઉપર ચર્ચાસ્પદ બની ગયો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.