Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ છે આપણા એસ.ટી. બસના બિંદાસ્ત ડ્રાઈવર, મુસાફરોના જીવને મુકી રહ્યા છે જોખમમાં, Video

08:30 AM Apr 22, 2023 | Vipul Pandya
સરખેજ રોડ પર દોડતી બસોના ડ્રાઈવર કેટલા બિંદાસ્ત બની ગયા છે, તેનો એક વીડિયો તાજેતરમાં સામે આવી રહ્યો છે. જેમા એક બસ ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલથી વાતો કરતો જોવા મળી રહ્યો છે. તેણે તે પણ ચિંતા નથી કે જો હું આ દરમિયાન મારું બેલેન્સ સ્ટેરિંગ પરથી ગુમાવી દઇશ તો બસમાં બેઠેલા લોકોના જીવને જોખમ થઇ શકે છે. આ વીડિયો બસમાં બેસેલા કોઇ મુસાફરે ઉતાર્યો છે જેણે ડ્રાઈવરની પાછળથી આ વીડિયો ઉતાર્યો છે. 
ત્રણ દિવસો પહેલા ગુજરાત સરકારે 150 નવી બસોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા, જે દરમિયાન તેમણે નવી બસોના વખાણ કર્યા હતા. જોકે, અહીં એ સવાલ ઉભો થાય છે કે, બસો તો નવી દોડશે પણ જો ડ્રાઈવર આ વીડિયોમાં દેખાય છે તે મુજબના જ હોય ત્યારે શું? જીહા, ST બસના ડ્રાઈવરનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમા તે ચાલુ બસે મોબાઈલ ફોનથી વાતો કરતો જોવા મળી રહ્યો છે. બસમાં મુસાફરો બેસેલા હતા પણ ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. આ દરમિયાન કોઈ મુસાફરે આ વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોમાં દેખાઇ રહેલો બસ ડ્રાઈવર કેટલી બિંદાસ્ત રીતે મોબાઈલ ફોનમાં વાત કરતો જોવા મળી રહ્યો છે. ડ્રાઈવરે આ રીતે મોબાઈલ પર વાત કરી મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, આ બસ સરખેજથી ગાંધીનગર જઇ રહી હતી તે દરમિયાન બસ ડ્રાઈવર મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો. 
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા ગાંધીનગર ST ડેપો ખાતે 151 બસોનું CMના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કુલ 53 કરોડ રૂપિયાના ખર્ચે નવી 151 બસ મુસાફર જનતાની સેવામાં કાર્યરત કરી છે. ગાંધીનગરમાં આવેલ એસ.ટી. બસ સ્ટેશન ખાતે આયોજીત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 151 બસોમાં જનતાને શું શું સુવિધાઓ મળશે તે અંગે જાણકારી આપી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ