+

હાર્દિક પંડ્યાને OUT કરવા ધોનીએ આ રીતે કર્યો હતો પ્લાન અને પછી…

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ મંગળવારે ચેપોક સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવીને IPL 2023ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. CSK રેકોર્ડ 10મી વખત IPLની…

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ મંગળવારે ચેપોક સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવીને IPL 2023ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. CSK રેકોર્ડ 10મી વખત IPLની ફાઇનલમાં પહોંચનારી ટીમ બની ગઇ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ધોનીની ટીમે 172 રન બનાવ્યા હતા. ઓપનર રુતુરાજ ગાયકવાડે 60 અને ડેવોન કોનવેએ 40 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં ગુજરાતની ટીમ 157 રનના સ્કોર પર જ ઓલ આઉટ થઇ ગઇ હતી. આ મેચમાં ધોનીની એકવાર ફરી સ્માર્ટનેસ જોવા મળી હતી.

પાવરપ્લેની અંતિમ ઓવરમાં હાર્દિક પંડ્યા સાથે ધોનીએ કર્યું કઇંક આવું

IPL ના ઈતિહાસમાં એમએસ ધોની (MS Dhoni) સૌથી સફળ કેપ્ટન છે કારણ કે તેની ટીમ 10મી વખત ફાઈનલ રમવા જઈ રહી છે. તેની પાછળનું કારણ એ છે કે તેઓ મેદાન પર જે પ્રકારનો ફેરફાર કરે છે તેનું પરિણામ તેમને જલ્દી મળે છે. આવું જ કંઈક IPL 2023ના ક્વોલિફાયર 1માં જોવા મળ્યું જ્યારે એમએસ ધોનીએ એક ફિલ્ડરને અહીંથી ત્યાં ખસેડ્યો અને પરિણામ તરત જ જોવા મળ્યું. જણાવી દઇએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ તેના 172 રનનો બચાવ કરી રહી હતી. દરમિયાન, ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ક્રિઝ પર હતો અને ટીમ સારી સ્થિતિમાં દેખાઈ રહી હતી. પાવરપ્લેની છેલ્લી ઓવરના પાંચમાં બોલ પર ધોનીએ હાર્દિક પંડ્યા માટે રવિન્દ્ર જાડોજાને ઑન-સાઇડથી ઑફ-સાઇડમાં પ્લેસ કર્યો. એ જ બોલ પર પરિણામ એ આવ્યું કે હાર્દિક પંડ્યાએ મહેશ તિક્ષ્ણાના બોલને રવિન્દ્ર જાડેજાના હાથમાં આપી દીધો. જણાવી દઇએએ કે, જાડેજાને એમએસ ધોનીએ પોઈન્ટ અને થર્ડ મેન વચ્ચે 30 યાર્ડથી અઢીથી ત્રણ ફૂટ આગળ રાખ્યો હતો. હાર્દિક પંડ્યાએ કટ કરવાનો પ્રયાસ કર્યો અને તે 7 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો. આ રીતે હાર્દિક પંડ્યા ધોનીની આ યુક્તિમાં ફસાઈ ગયો. ધોનીની ટીમે પણ મેચમાં પુનરાગમન કર્યું હતું, પાવરપ્લેમાં બે વિકેટ મેળવવાથી વિપક્ષ દબાણમાં આવી જાય છે અને અહીં આવું જ થયું.

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવીને IPL 2023ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચાર વખતની ચેમ્પિયન CSKએ 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. રૂતુરાજ ગાયકવાડે 60 અને ડેવોન કોનવેએ 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જવાબમાં ગુજરાત ટાઇટન્સ 20 ઓવરમાં 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેન્નાઈએ આ મેચ 15 રને જીતી લીધી હતી.

આ પણ વાંચો – ચેન્નાઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને હરાવી IPLની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યુ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter