Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આને કહેવાય ધમાકેદાર કમબેક ! દમદાર એક્શનથી ભરપૂર છે સલમાન ખાનની ફિલ્મ TIGER 3 નું ટ્રેલર

03:07 PM Oct 16, 2023 | Harsh Bhatt

આ વર્ષની સૌથી મચ અવેટેડ ફિલ્મોમાંની એક ગણાતી એવી TIGER 3 નું ટ્રેલર આજે અંતે રિલીઝ કરવામાં આવ્યું છે. સલમાન ખાનના ચાહકો આતુરતાથી આ ફિલ્મની ઝલક નિહાળવા માટે રાહ જોઈ રહ્યા હતા, તેમને આજે ચોક્કસપણે ટ્રેલરના રૂપમાં એક મોટી ટ્રીટ મળી છે. TIGER 3 ને મનિશ શર્મા દ્વારા ડાઇરેક્ટ કરવામાં આવી છે, જેઓ પહેલા બૅન્ડ બાજા બારાત અને ફેન જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. TIGER 3 માં સલમાન ખાનની સાથે મુખ્ય ભૂમિકામા કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી જોવા મળવાના છે. TIGER 3 યશરાજ ફિલ્મ્સના SPY UNIVERSE નો ભાગ છે, જે ટાઈગર સીરિઝ, વોર અને પઠાણની વાર્તાને આગળ વધારશે. ફિલ્મ આ વર્ષે દિવાળી ઉપર 10 નવેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે.

દમદાર એક્શનથી ભરપૂર છે ટ્રેલર 

ટ્રેલરમાં આપણને જોવા મળે છે કે સલમાન ખાન તેના નામને બચાવવા માટે અને પરિવારની રક્ષા કરવા માટે લડે છે. ફિલ્મમાં ઇમરાન હાશ્મી વિલેનની ભૂમિકામાં દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં કેટરિના કૈફ ઝોયાની ભૂમિકામાં પરત ફરી રહી છે. TIGER 3 નું ટ્રેલર 2 મિનિટ અને 51 સેકંડ લાંબુ છે જેમાં આપણને ભરપૂર પ્રમાણમાં હાઇ ઓકટેન એક્શન જોવા મળશે છે. ટ્રેલર કબીર ખાનની ફિલ્મ  2012ની એક થા ટાઈગરથી શરૂ થયેલી ટાઈગર ફ્રેન્ચાઈઝીના વાર્તાને અનુસરે છે.

SPY UNIVERSE નો ભાગ છે TIGER 3  

છેલ્લા કેટલાક સમયથી સલમાન ખાનની ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર યોગ્ય સફળતા મેળવવામાં નાકામ રહી છે. તેમની છેલ્લી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ભારતમાં ફક્ત અંદાજિત 109 કરોડની કમાણી જ કરી શકી હતી, જે સલમાન ખાનની ફિલ્મોના અનુસાર ઘણું ઓછું કહી શકાય. પરંતુ TIGER 3 ફિલ્મ કેમકે SPY UNIVERSE નો ભાગ હોવાને કારણે તેની હાઇપ ઘણી વધારે છે.

કિંગ ખાન PATHAAN જોવા મળશે અગત્યની ભૂમિકામાં  

ફિલ્મ SPY UNIVERSE નો ભાગ હોવાના કારણે ફિલ્મમાં SRK પણ આપણને એક મોટી અને અગત્યની ભૂમિકામાં જોવા મળવાના છે. એક અહેવાલ મુજબ, TIGER 3 માં સલમાન ખાનના પાત્રની ધરપકડ કરવામાં આવશે અને તેને પાકિસ્તાનની જેલમાં બંધ કરવામાં આવશે, સ્ટોરીલાઇનમાં કિંગ ખાનને પઠાણના રોલમાં  દર્શાવવામાં આવશે, જે ભાઈજાનના પાત્રને બચાવવા માટે એક સાહસિક જેલબ્રેક મિશન હાથ ધરશે. આ રોમાંચક સિક્વન્સમાં એક આકર્ષક બાઇક ચેસ અને સ્ટંટ સીનનો સમાવેશ થશે જેના એકદમ અદભુત હોવાની અપેક્ષા છે.

આ પણ વાંચો — મોહમ્મદ રફી- ન ભૂતો ન ભવિષ્યતિ ગાયક

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.