Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ પરિવારે તેમની દીકરીનો જીવતે જીવ સ્વર્ગવાસ થયો હોવાનો શોક સંદેશો છપાવી સૌને વહેંચ્યો, જાણો શું છે કારણ

11:38 AM Jun 05, 2023 | Vishal Dave

ભીલવાડાનું નામ એક ખાસ ઘટનાને કારણે ચર્ચામાં છે. જ્યાં એક પરિવારે પોતાની જીવતી દીકરીને મૃત જાહેર કરી સમગ્ર સમાજમાં દીકરીના મૃત્યુ બદલ શોક સંદેશા વહેચ્યા છે. 13મી જૂને દીકરીના મૃત્યુના શોકમાં ગોરાણી એટલે કે મૃત્યુ પર્વનું આયોજન થવા જઈ રહ્યું છે.

ઘટના એવી છે કે રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક યુવતી તેની જ જ્ઞાતિના યુવક સાથે ઘરેથી ભાગી ગઈ હતી. પરિવારની ફરિયાદના આધારે પોલીસે યુવતીને શોધી કાઢી હતી. પોલીસે યુવતીને પરિવારજનોને સોંપી હતી, પરંતુ યુવતીએ પરિવારજનોને ઓળખવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, અને યુવક સાથે ચાલી ગઈ હતી.જે વાતનો પરિવારને એટલો આઘાત લાગ્યો કે તેમણે હવે દિકરીને મરેલી માની લીધી છે, અને તેના મૃત્યુનો શોક સંદેશો છપાવીને સ્વજનો, મિત્રો અને ઓળખીતાઓને વહેંચી પણ દીધો છે.

પરિવારના આ નિર્ણય અને શોક સંદેશા સાથેના કાર્ડની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. કાર્ડની તસવીર વાયરલ થઈ રહી છે.કાર્ડમાં લખાયુ છે કે સુ શ્રી પ્રિયા ઝાટનો 1 જૂન 2023ના રોજ સ્વર્ગવાસ થયો છે, અને તેની ગોરણી ( મૃત્યુ ભોજન)નું આયોજન 13 જૂનના
રોજ સવારે 9 વાગ્યે કરવામાં આવ્યું છે.

બનાવની વિગત અનુસાર રતનપુરા ગામની પ્રિયા જાટ તેના પરિવારના સભ્યોની મરજી વિરુદ્ધ તેની પસંદગીના યુવક સાથે ભાગી ગઈ. આ અંગે પરિજનોએ હમીરગઢ પોલીસ સ્ટેશનમાં પ્રિયાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પ્રિયાને શોધીને તેના પરિવારના સભ્યોની હાજરીમાં તેની સાથે વાત કરી તો તેણે તેના પરિવારના સભ્યોને ઓળખવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને તેના પ્રેમી સાથે ચાલી ગઈ હતી.

મહત્વપૂર્ણ છે કે બનાસકાંઠાના દિયોદરના રૈયા ગામે આવા જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં દિકરીએ પ્રેમી સાથે લગ્ન કર્યાં બાદ પોતાના માતા-પિતાને ઓળખવાનો ઈનકારી કરી દીધો હતો ત્યારે તેનાથી ઉલટ રાજસ્થાનના ભીલવાડામાં દિકરીએ આવું કૃત્ય કરતા પોતાની દિકરીને મૃત જાહેર કરી દઈ તેનો શોક સંદેશો સમાજમાં વહેચી દેતા આ શોકસંદેશ વાયરલ થયો છે. જ્યારે બનાસકાંઠાની ઘટનાને લઈને પણ રાજકિય અને સામાજીક પ્રત્યાઘાતો પડ્યા હતા.