Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારત સહિત 13 દેશોએ યુક્રેનમાં માનવતાવાદી કટોકટી ઠરાવ પર ન કર્યું વોટિંગ

12:58 PM Apr 23, 2023 | Vipul Pandya

યુક્રેનમાં રશિયાના હુમલા બાદ સર્જાયેલી માનવતાવાદી કટોકટી અંગેના ડ્રાફ્ટ ઠરાવ પર બુધવારે સુરક્ષા પરિષદના મતદાનમાં ભારત સહિત 13 સભ્ય દેશોએ ભાગ લીધો ન હતો. ઠરાવમાં રાજકીય સંવાદ, વાટાઘાટો, મધ્યસ્થી અને અન્ય શાંતિપૂર્ણ માધ્યમો દ્વારા રશિયા અને યુક્રેન વચ્ચે તાત્કાલિક શાંતિપૂર્ણ સમાધાન માટે આહવાન કરવામાં આવ્યું હતું. 
કાયમી અને વિટો પાવર ધરાવતા રશિયાએ 15 સભ્ય દેશોને યુએન સુરક્ષા પરિષદમાં તેના ડ્રાફ્ટ રિઝોલ્યુશન પર મત આપવા આહવાન કર્યું હતું . જેમાં એવી માંગણી કરવામાં આવી હતી કે માનવીય સંકટને ધ્યાનમાં રાખીને મહિલાઓ અને બાળકો સહિત સંવેદનશીલ સ્થિતિમાં જીવતા નાગરિકોને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. ઠરાવમાં “નાગરિકોના સ્વૈચ્છિક અને અવરોધ વિના સ્થળાંતરને સક્ષમ કરવા માટે વાટાઘાટો દ્વારા યુદ્ધવિરામ  આવ્યું હતું.  આ હેતુ માટે માનવતાવાદી રોકાણ માટે સંમત થવાની સંબંધિત પક્ષોની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો હતો.”
રશિયા અને ચીને ઠરાવની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે ભારત એવા 13 દેશોમાં સામેલ હતું જેણે ભાગ લીધો ન હતો. ભારતે ભૂતકાળમાં બે વખત સુરક્ષા પરિષદમાં અને એક વખત યુક્રેન પર રશિયાના આક્રમણના ઠરાવ પર મહાસભામાં ભાગ લીધો ન હતો.