Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર,કોરોના ટેસ્ટ કરવા લઈ જતાં પહેલા ભાગી છૂટ્યો

10:23 AM May 21, 2023 | Hiren Dave

રાજકોટમાંથી ચોરી કસ્ટડીમાંથી ફરાર થયાના ઘટના ઘટી છે, પોલીસ આરોપીને કોરોના ટેસ્ટ કરાવવા લઇ ગઇ હતી, આ દરમિયાન આરોપી ત્યાંથી નાસી છૂટવામાં સફળ થયો હતો. રાજકોટમાં પોલીસ કસ્ટડીમાંથી ચોર ફરાર થયાની વાતથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રાજકોટમાં પોલીસ કસ્ટડીમાંથી જે ચોર ફરાર થઇ ગયો છે, તે લોકોના ઘરમાંથી મોબાઇલ અને રોકડની ચોરીના કેસમાં આરોપી હતી, અને પોલીસની પકડમાં હતો, પરંતુ જ્યારે તેને કોરોના ટેસ્ટ કરવા ગયા ત્યારે તે સમયે ફરાર થઈ ગયો હતો. આરોપીને લોકઅપમાંથી બહાર કાઢતા આરોપી પહેલા માળેથી ત્રીજા માળે જઈ અને ત્રીજા માળેથી પાઇપના સહારે નીચે કૂદકો મારીને ફરાર થઇ ગયો હતો. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે, આરોપી ત્રિકોણબાગ સુધી ગયો હોવાના સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે.ખાસ વાત છે કે, આરોપી મૂકબધીર હોવાનો ઢોંગ કરતો હતો, પરંતુ પોલીસે પુછપરછ કરતા પોપટની જેમ બોલવા લાગ્યો હતો.

આપણ વાંચો-અંગ દઝાડતી ગરમી, અમદાવાદમાં 42.7 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ શહેર બન્યું