Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ટેટૂ કરાવતી વખતે આ બાબતો જરૂર વિચરજો , નહીં તો થઇ શકે છે પસ્તાવો

09:43 PM Apr 17, 2023 | Vipul Pandya

નવરાત્રિમાં શરીર પર ટેટૂ(Tattoo ) બનાવવાની પ્રથા(Tradition ) આજથી નથી પરંતુ વર્ષો જૂની છે. આ ટ્રેન્ડ 18મી સદીમાં શરૂ થયો હતો, જે હવે સમગ્ર વિશ્વમાં(World ) ફેશનનો એક ભાગ બની ગયો છે. પશ્ચિમી દેશોમાં લોકોને ટેટૂ કરાવવું ગમે છે, પરંતુ હવે ભારતમાં પણ લોકોમાં ટેટૂ કરાવવાની હરીફાઈ ચાલી રહી છે. 
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ટેટૂ કરાવવાનું ચલણ ખૂબ જ ઝડપથી વધ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે ટેટૂ કરાવતી વખતે બેદરકારી તમને ગંભીર સમસ્યાઓનો શિકાર બનાવી શકે છે.ટેટૂથી આપણા  શરીરમાં નુકસાન  થઈ શકે છે 
ટેટૂને કારણે તમારે કેટલીક અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેને ધ્યાનમાં રાખીને તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

  • ત્વચાની સમસ્યાઓ જેમ કે સ્ટેફાયલોકોસી ચેપ, જેમાં ચેપ સામાન્ય રીતે ત્વચામાં જોવા મળતા બેક્ટેરિયાને કારણે થાય છે.
  • આ ચેપ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે અને તે ખૂબ જ ચેપી છે. તેના લક્ષણોમાં ફોલ્લીઓ અને પાણીયુક્ત ફોલ્લાઓનો સમાવેશ થાય છે.
  • ટેટૂની સાઇટ પર ખંજવાળ અને સોજો. ટેટૂ કરેલી સાઇટની આસપાસની પેશીઓની સોજો.
  • જે લોકોને ડાયાબિટીસ છે તેમણે ટેટૂ ન કરાવવું જોઈએ કારણ કે તેનાથી ઘામાં ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે.