Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લોકસભામાં બિનહરીફ રીતે ચૂંટાઈને આવ્યા છે આ ઉમેદવારો, ભાજપના એક પણ નેતાનું નામ યાદીમાં નથી

01:37 PM Apr 22, 2024 | Harsh Bhatt

LOKSABHA ELECTION UNOPPOSED CANDIDATES : ગુજરાતની 26 લોકસભા ( LOKSABHA )  બેઠકો પર ચૂંટણી 7 મે 2024 ના રોજ ચૂંટણી થવાની છે. ત્યારે પ્રાપ્ત અહેવાલ અનુસાર સુરત બેઠક પર ભાજપ બિનહરીફ થઈ શકે છે. કારણ કે સુરત બેઠક ઉપર 8 પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. ત્યારે ચાલો આપણે જાણીએ કે દેશમાં અત્યાર સુધી લોકસભામાં ( LOKSABHA )  બિનહરીફ રીતે ચૂંટાઈને કેટલા ઉમેદવારો આવ્યા છે, આ યાદીમાં , SP ના ડિમ્પલ યાદવનું નામ પણ શામેલ છે.

દેશમાં અત્યાર સુધી 28 સાંસદ લોકસભામાં બિનહરીફ રીતે ચૂંટાઈને આવ્યા છે. જેમાં 5 સાંસદ પ્રથમ અને બીજી લોકસભા ચૂંટણીમાં ચૂંટાયા હતા.
1967 માં 5 સાંસદ લોકસભામાં બિનહરીફ ચૂંટાયા હતા. અહી નોંધનીય છે કે, જમ્મુ કાશ્મીરમાંથી સૌથી વધુ 4 સાંસદ બિનહરીફ થયેલા છે ત્યારે અત્યાર સુધી સિક્કિમ અને શ્રીનગર બેઠકમાંથી સૌથી વધુ વખત બિનહરીફ ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે. ઉત્તરપ્રદેશ, આસામ અને તમિલનાડુમાં પણ 2-2 સાંસદ બિનહરીફ ચૂંટણીમાં ચૂંટાયા હતા. યુપીમાં કોંગ્રેસના રામદયાલ, SPના ડિમ્પલ યાદવ બિનહરીફ રીતે ચૂંટાઈને આવ્યા હતા.

રાજકીય પાર્ટીના સંદર્ભે વાત કરીએ તો આઝાદી બાદ 20 વખત કોંગ્રેસના સભ્ય બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે. ત્યારે નેશનલ કોન્ફરન્સના 2, સમાજવાદી પાર્ટીના 2 સભ્ય બિનહરીફ રીતે ચૂંટાયા છે. અત્યાર સુધી ફક્ત એક જ અપક્ષ ઉમેદવાર બિનહરીફ સાંસદ બન્યો છે ભાજપના હજુ સુધી એકેય સભ્ય બિનહરીફ રીતે ચૂંટણીમાં જીત્યા નથી.

આ પણ વાંચો : Blast in Train : વલસાડ એક્સપ્રેસના એક ડબ્બામાં લાગી આગ, RPF જવાનનું ઘટના સ્થળે જ મોત