+

Banaskantha Lok Sabha : 2 મહિલાઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગ

Banaskantha Lok Sabha : બનાસકાંઠા લોકસભા ( Banaskantha Lok Sabha)ની વાત કરવામાં આવે તો બનાસકાંઠાનું નામ બનાસ નદીના નામ ઉપરથી પડ્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં બીજા ક્રમે આ જિલ્લો આવે…

Banaskantha Lok Sabha : બનાસકાંઠા લોકસભા ( Banaskantha Lok Sabha)ની વાત કરવામાં આવે તો બનાસકાંઠાનું નામ બનાસ નદીના નામ ઉપરથી પડ્યું છે. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં બીજા ક્રમે આ જિલ્લો આવે છે. વળી સૌથી વધુ 14 તાલુકા પણ બનાસકાંઠા ( Banaskantha Lok Sabha) છે. બનાસકાંઠામાં 70 ટકા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીં એશિયાની સૌથી મોટી બનાસ ડેરી આવેલી છે. આ વખતે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે. વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને કોંગ્રેસે લોકસભાની ટિકીટ ફાળવી છે. બનાસકાંઠા લોકસભા બેઠકમાં બે મહિલાઓ વચ્ચે રસપ્રદ જંગ ખેલાશે.

19 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ

રાજસ્થાનને અડીને આવેલા સરહદી જિલ્લા બનાસકાંઠામાં 1951થી લઈને 2019 સુધીના સમયગાળામાં 19 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસે 10 વખત અને ભાજપે 6 વખત જીત મેળવી તો 1 વખત જનતાદળના ઉમેદવાર ચૂંટાયા, તો બે વખત અન્ય લોકોના ફાળે આ સીટ ગઈ છે. જોકે આ બેઠક શરૂઆતથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. પરંતુ ભાજપના હરિભાઈ ચૌધરીએ ચાર વખત જીત હાંસલ કરતાં ભાજપે કોંગ્રેસના ગઢના કાંકરા ખેરવી દીધા હતા. બનાસકાંઠા લોકસભાની અંદર 7 વિધાનસભાની બેઠકો આવે છે. જેમાં પાલનપુર, ડીસા, દિયોદર અને થરાદ બેઠક પર ભાજપનો કબજો છે તો વાવ અને દાંતા બેઠક કોંગ્રેસે જીતી હતી.

રાજકીય ઈતિહાસ

ભારત દેશ ઈ.સ. 1947માં આઝાદ થતાં બૃહદ મુંબઈ રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં 10 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં, પાલનપુર, ડીસા, વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ, ધાનેરા, વડગામ, દાંતા અને આબુ રોડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, ઈ.સ. 1956માં આબુ રોડને રાજસ્થાનમાં ભેળવવામાં આવ્યું હોવાથી નવ તાલુકા રહ્યા હતા. ફરી પહેલી મે 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં એમ બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. જેમાં બનાસકાંઠા જિલ્લાના જૂના નવ અને રાધનપુર અને સાંતલપુર એમ બે નવા તાલુકાઓનો ઉમેરો કરવામાં આવ્યો હતો. 01/05/1960ની સ્થિતિએ બનાસકાંઠા જિલ્લામાં કુલ 11 તાલુકા અસ્તિત્વ ધરાવતા હતા. 1997માં દાંતીવાડા, અમીરગઢ અને ભાભરને તાલુકાનો દરજ્જો મળ્યો ત્યારબાદ 2013માં લાખણી અને સુઈગામ તાલુકાની રચના કરવામાં આવી..નવા ફેરફાર મૂજબ હાલ બનાસકાંઠા કુલ 14 તાલુકા ધરાવે છે.

કોંગ્રેસે 10 વખત અને ભાજપે 6 વખત જીત મેળવી

સરહદી જિલ્લા બનાસકાંઠામાં 1951થી લઈને 2019 સુધીના સમયગાળામાં 19 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસે 10 વખત અને ભાજપે 6 વખત જીત મેળવી તો 1 વખત જનતાદળના ઉમેદવાર ચૂંટાયા, તો બે વખત અન્ય લોકોના ફાળે આ સીટ ગઈ છે. જોકે આ બેઠક શરૂઆતથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. પરંતુ ભાજપના હરિભાઈ ચૌધરીએ ચાર વખત જીત હાંસલ કરતાં ભાજપે કોંગ્રેસના ગઢના કાંકરા ખેરવી દીધા હતા. 2019માં ભાજપના પરબતભાઈ પટેલ બનાસકાંઠાથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

વર્ષ અનુસાર ચૂંટણીના પરિણામ

1952 અકબર ચાવડા કોંગ્રેસ
1957 અકબર ચાવડા કોંગ્રેસ
1962 જોહરાબેન ચાવડા કોંગ્રેસ
1967 મનુભાઈ અમરસી સ્વતંત્ર પક્ષ
1968 એસ. કે. પાટીલ કોંગ્રેસ
1971 પોપટલાલ જોશી કોંગ્રેસ
1977 મોતીભાઈ ચૌધરી જનતા પક્ષ
1980 બી.કે. ગઢવી કોંગ્રેસ
1984 બી.કે. ગઢવી કોંગ્રેસ
1989 જે.વી. શાહ જનતા દળ
1991 હરીસિંહ ચાવડા ભાજપ
1996 બી.કે. ગઢવી કોંગ્રેસ
1998 હરીભાઈ ચૌધરી ભાજપ
1999 હરીભાઈ ચૌધરી ભાજપ
2004 હરીસિંહ ચાવડા કોંગ્રેસ
2009 મુકેશદાન ગઢવી કોંગ્રેસ
2013 હરીભાઈ ચૌધરી ભાજપ
2014 હરીભાઈ ચૌધરી ભાજપ
2019 પરબતભાઈ પટેલ ભાજપ

 

વિધાનસભાની બેઠક —

બનાસકાંઠા લોકસભાની અંદર 7 વિધાનસભાની બેઠકો આવે છે. જેમાં પાલનપુર, ડીસા, દિયોદર અને થરાદ બેઠક પર ભાજપનો કબજો છે તો વાવ અને દાંતા બેઠક કોંગ્રેસે જીતી હતી.

બેઠક — વિજેતા ઉમેદવાર — પક્ષ

પાલનપુર-અનિકેત ઠાકર ભાજપ
ડીસા-પ્રવિણકુમાર માળી ભાજપ
દિયોદર-કેશાજી ચૌહાણ ભાજપ
થરાદ- શંકરભાઈ ચૌધરી ભાજપ
વાવ-ગેનીબેન ઠાકોર કોંગ્રેસ
દાંતા- કાંતિભાઈ ખરાડી કોંગ્રેસ

વર્તમાન સાંસદની કામગીરીનું સરવૈયું —

બનાસકાંઠા લોકસભા બેઠકના વર્તમાન સાંસદ પરબતભાઈ પટેલ છે…જળશક્તિ મંત્રાલય અંતર્ગતની વોટર રિસોર્સની પાર્લામેન્ટરી કમિટીના ચેરમેન તરીકે તેમણે સેવાઓ આપી હતી. વર્ષોથી સરહદી વિસ્તારના લોકોનું પ્રતિનિધિત્વ કરતા બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલે ભારતમાલા પ્રોજેક્ટ સહિતના મુદ્દાઓ પર સરકારમાં સક્રીય રજૂઆત કરતાં આવ્યાં છે.

 

પરબત પટેલનો સંસદનો ટ્રેક રેકોર્ડ (2019-2024)

હાજરીઃ 93 ટકા
પ્રશ્નો પૂછ્યાઃ 348
ચર્ચામાં ભાગ લીધોઃ 53

પરબત પટેલ ફંડ ફાળવણી (2019-2024)

કુલ ભંડોળઃ 17 કરોડ
કેન્દ્ર સરકારે છૂટી કરેલી રકમઃ 9.50 કરોડ
વ્યાજ સાથે વાપરવા યોગ્ય રકમઃ 9.81 કરોડ
સાંસદ દ્વારા ભલામણઃ 13.49 કરોડ
મંજૂર થયેલી રકમઃ 9.16 કરોડ
ખર્ચાયેલી રકમઃ 7.95 કરોડ
કેટલા ટકા ઉપયોગઃ 81.68 ટકા
વપરાયા વિનાની રકમઃ 1.86 કરોડ

ગ્રાન્ટ — ભલામણ કરેલા કામ — પૂર્ણ થયેલા કામ

વર્ષ 2019-20માં 2.50 કરોડની ગ્રાન્ટ સામે 4.16 કરોડનો ખર્ચ, કુલ 90 કામની ભલામણ તે પૈકી 61 પૂર્ણ થયા
વર્ષ 2020-21માં 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવણી સામે કોરોનાના કારણે શૂન્ય ખર્ચ, કુલ 4 કામની ભલામણ કરી તેમાંથી એકપણ પૂર્ણ ન થયું
વર્ષ 2021-22માં શૂન્ય ગ્રાન્ટ ફાળવણી સામે 1.31 કરોડનો ખર્ચ, 37 કામની ભલામણ તે પૈકી 12 પૂર્ણ
વર્ષ 2022-23માં 4.50 કરોડની ગ્રાન્ટ ફાળવણી સામે 1.64 કરોડનો ખર્ચ, 81 કામની ભલામણ તે પૈકી 4 પૂર્ણ
2023-24માં શૂન્ય કરોડ ગ્રાન્ટની ફાળવણી સામે 66 લાખનો ખર્ચ, કુલ 41 કામની ભલામણ કરી તે પૈકી તમામ કામ બાકી

વર્તમાન સાંસદ પરબતભાઈ પટેલ

સમાજ સેવા સાથે સંકળાયેલા પરબતભાઇ પટેલે વર્ષ 1985માં સ્ટેટ બેંકમાંથી રાજીનામુ આપી રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું હતુ. અને કોંગ્રેસમાંથી વિજેતા બની ધારાસભ્ય બન્યા હતા. જે બાદ વર્ષ 1995માં અપક્ષમાંથી પુન: ધારાસભ્ય બન્યા હતા. અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ બારમી વિધાનસભા 2007થી 2012 દરમિયાન તેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ પાણી પુરવઠો અને સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી હતા. તારીખ 7થી 22 ઓગષ્ટ 2016 સુધી તેઓ ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ પદે પણ રહ્યા હતા. તેઓ રાજ્યકક્ષાના નાણાં મંત્રી તરીકે પણ સેવાઓ આપી ચુક્યા છે. થરાદ આંજણા પટેલ કેળવણી મંડળના પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. પરબતભાઇ પટેલનો ધારાસભ્ય તરીકેનો સમય 1985થી 1990 દરમિયાન કોંગ્રેસ, 1995થી 1998 અપક્ષ, 2007થી 2012 ભાજપ, 2012થી 2017 ભાજપ, 1991માં કોંગ્રેસમાંથી પરાજીત થયા અને 2002-2007માં ભાજપમાંથી પરાજીત થયા હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી ભાજપમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.જો કે આ વખતે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકીટ આપી છે.

બનાસકાંઠાના કુલ મતદાર

કુલ મતદાર–19,53,287
10,10,152–પુરુષ મતદાર
9,43,118–સ્ત્રી મતદાર
અન્ય મતદાર–17

જ્ઞાતિવાદી સમીકરણ

ઠાકોર- 16 ટકા
ચૌધરી- 10 ટકા
ક્ષત્રિય- 7 ટકા
પટેલ- 3 ટકા
બ્રાહ્મણ- 3 ટકા
રબારી- 3 ટકા
દલિત- 7 ટકા
આદિવાસી- 8 ટકા
મુસ્લિમ- 5 ટકા

2019ના ચૂંટણી પરિણામ

2019ની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત
ભાજપમાંથી પરબતભાઈ પટેલ જીત્યા હતા
પરબતભાઈ પટેલને 65.03 ટકા મત મળ્યા
ચૂંટણીમાં ભાજપને 6,79,108 મત મળ્યા હતા
કોંગ્રેસના પરથીભાઈ ભટોળની થઈ હતી હાર

અહેવાલ—વિજય દેસાઇ અમદાવાદ

આ પણ વાંચો—– Kutch Lok Sabha : કચ્છના રાજકીય રણોત્સવમાં કોણ નીકળશે આગળ ?

આ પણ વાંચો—- Rajkot Lok Sabha : રંગીલા રાજકોટની બેઠક કોને ફળશે ?

Whatsapp share
facebook twitter