Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Surat: બિહાર બ્રિજમાં મોટાપાયે થયો છે ભ્રષ્ટાચાર: Sanjay Saraogi

04:59 PM Jun 06, 2023 | Hiren Dave

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યોને લઈને સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને દિલ્હીના સાંસદ ડોક્ટર હર્ષવર્ધન અને બિહારના ધારાસભ્ય સંજય સરાઓગી ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બિહારના ધારાસભ્ય સંજય સરાઓગી દ્વારા બિહાર સરકાર પર ભ્રષ્ટાચાર અને દારૂબંધી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

બ્રિજ દુર્ઘટના બાબતે બિહાર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બિહારના ધારાસભ્ય સંજય સરાઓગીએ બિહારમાં થયેલી બ્રિજ દુર્ઘટના બાબતે બિહાર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેમને સરકારને ભ્રષ્ટાચારી કરી હતી. બિહારના ધારાસભ્ય સંજય સરાઓગીએ જણાવ્યું હતું કે, ગત વિધાનસભામાં એટલે કે માર્ચમાં જ એટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો કે, ત્યાંના ધારાસભ્ય દ્વારા આ બાબતે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. તેજસ્વી યાદવ કે જે માર્ગ વિભાગના મંત્રી છે તેમને સરકારનો બચાવ કર્યો અને સકારાત્મક જવાબ આપ્યો કે, બધું બરાબર છે અને ત્યારબાદ બે મહિના પછી જ આ બ્રિજ પડી ગયો.

તેમને એવું પણ જણાવ્યું હતું કે, આ સરકાર ભ્રષ્ટાચારની ગંગોત્રી છે અને નીતીશકુમાર સરકાર ચલાવી રહ્યા છે અને તેજસ્વી યાદવ જે નાયબ મુખ્યમંત્રી છે તેમની પાસે પાંચ પાંચ વિભાગ છે અને તેમની પાસે રિવ્યુ કરવા માટે પણ સમય નથી. કારણકે સીબીઆઇ અને ઇડીના ચક્કરમાં જ તેઓ ઘૂમતા રહે છે. કારણ કે તેમને અને તેમના પરિવારે ખૂબ જ ભ્રષ્ટાચાર કર્યો છે. જ્યારે બ્રિજનો એક ભાગ પડ્યો હતો એક વર્ષ પહેલા તે સમયે તેની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે ખામીઓનો રિપોર્ટ આવ્યો હતો. તે રિપોર્ટ ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી અને ત્યારબાદ આ કંપનીને ફરીથી કામગીરી સોંપવામાં આવી અને અંતે 1700 કરોડનો આ બ્રિજ ફરીથી ધરાશાઇ થયો.

સમગ્ર બિહારમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે; સંજય સરાઓગી

ધારાસભ્ય સંજય સરાઓગી દ્વારા લાલુ પ્રસાદ યાદવની સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપક કરતા કહેવામાં આવ્યું હતું કે, લાલુ યાદવ અને તેના પરિવારે જે પંદર વર્ષ પહેલાં શાસન કર્યું હતું તે જ બિહાર હવે ફરીથી આ લોકોના હાથમાં છે. સમગ્ર બિહારમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પંચાયતથી લઈને રાજય સ્તર ઉપર કોઈ પણ કામ લાંચ આપ્યા વગર થતું નથી. નાના માણસો પરેશાન થઈ રહ્યા છે અને બિહારમાં માત્ર દેખાવની દારૂબંધી છે. લાખો લિટર દારૂ પકડાઈ રહ્યો છે. આ બિહાર સરકાર રાવડિયઓ સાથે મળીને ફરીથી જંગલરાજ ચલાવી રહી છે અને એટલા માટે જ બિહારમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને ભ્રષ્ટાચારની ગંગોત્રી બિહારમાં છે.

અહેવાલ -આનંદ પટણી,સુરત 

આપણ  વાંચો-સુરતમાં મેટ્રો ટ્રેનના બે કોરિડોરનું કામ પૂરજોશમાં