+

આ ગામમાં રાજકીય પક્ષને પ્રચાર કરવા માટે છે પ્રવેશ બંધ, કોઈ મતદાન ન કરે તો તેને ફટકારાય છે રોકડ દંડ

ચૂંટણીનો માહોલ જામ્યો છે અને એક એક ગલીઓ અને એક એક ગામડામાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે પણ આજે મારે વાત કરવી છે એક એવા ગામની કે જયા એકપણ રાજકીય…
ચૂંટણીનો માહોલ જામ્યો છે અને એક એક ગલીઓ અને એક એક ગામડામાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે પણ આજે મારે વાત કરવી છે એક એવા ગામની કે જયા એકપણ રાજકીય પક્ષને પ્રચાર કરવા માટે પ્રવેશ બંધ છે. તમને એમ લાગ્યું હશે આગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હશે..ના એવું પણ નથી ગામમાં મતદાન તો પુરે પૂરું થાય છે અને જો મતદાન ન કરે તો દંડ કરવામાં આવે છે. આવો જોઈએ આ ગામ ક્યું છે અને કયા પ્રકારના નિયમો છે આ ગામમાં

મતદાર મતદાન ન કરે તો ગ્રામ પંચાયત તેને રોકડ દંડ ફટકારે છે

ચૂંટણીમાં તમે મતદાન ન કરો તો રોકડ દંડ ફટકારવામાં આવે ..આવું શક્ય થાય ખરું ? રાજકોટ જિલ્લામાં એક એવું ગામ આવેલ છે જ્યાં મતદાર મતદાન ન કરે તો ગ્રામ પંચાયત તેને રોકડ દંડ ફટકારે છે.જોઈએ આ કયું ગામ છે અને શું છે ગ્રામ પંચાયતના નિયમો. આ છે રાજકોટનું રાજસમઢીયાળા ગામ .આ ગામનો ઇતિહાસ માત્ર ગુજરાત જ નહીં પરંતું દેશભરમાં જાણીતો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આઝાદી કાળથી જ આ ગામમાં આજદિન સુધી ગ્રામપંચાયતની ચૂંટણી કરવાની ફરજ પડી નથી.ગામમાં સરપંચની પસંદગી ગ્રામજનો દ્વારા સમરસતાથી કરવામાં આવે છે.વિધાનસભાની ચૂંટણી હોઈ કે લોકસભાની ચૂંટણી ગામમાં મતદારો ઉત્સાહ પૂર્વક મતદાન કરે છે.

રાજસમઢીયાળા ગામમાં વિવિધ નિયમો ગ્રામ પંચાયત દ્વારા ઘડવામાં આવ્યા છે જે ભંગ બદલ થાય છે વિવિધ રોકડ રકમનો દંડ.એમાં પણ ચૂંટણીમાં મતદાન ન કરો તો ફટકારવામાં આવે છે રૂપિયા 51 નો રોકડ દંડ… આજદિન સુધી ચુંટણીમાં ગામમાં એક પણ વ્યક્તિને દંડ ફટકારાયો નથી એનો મતલબ એ થયો કે ગામમાં 100 % ફરજીયાત મતદાન થઈ રહ્યું છે. છેલ્લા 11 વર્ષથી એવરેજ 96% મતદાન ગામમાં નોંધાયું છે. 4 % મતદારો એવા છે કે જેમાં તેઓનું નિધન થયું હોય અથવા તો દીકરી સાસરે ગઈ હોય…લોકસભા ચૂંટણી હોઈ કે વિધાનસભા ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓને ગામમાં પ્રચાર માટે પ્રવેશવાની મનાઈ છે….

આખું ગામ વાઈ-ફાઈ અને સીસીટીવી કેમેરાથી સજ્જ

જો કોઈ પણ પક્ષ બળજબરીથી પ્રચાર તેમજ ગ્રામજનો સાથે ચુંટણીમાં મત માટે બેઠક કરવા માગે તો ગ્રામજનો દ્વારા તેના વિરુદ્ધ માં થાય છે મતદાન… આખું ગામ વાઈ-ફાઈ અને સીસીટીવી કેમેરાથી સજ્જ છે. આ ગામના મુખ્ય રસ્તાઓ પર સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે. અહીંયા ક્યાંય પણ ખુલ્લી ગટર જોવા નથી મળતી આખા ગામમાં અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન ફીટ કરેલી છે. સોલાર સ્ટ્રીટ લાઈટ છે. ગામના લોકોને એકસરખું પાણી મળી રહે એટલા માટે ખાસ વોટર સપ્લાય સિસ્ટમ છે.અહીંયા બાળકો માટે સારી આંગણવાડી છે. ઉપરાંત પ્રાથમિક શાળા માધ્યમિકશાળા પણ આવેલી છે. આ ઉપરાંત સબ પોસ્ટ ઓફિસ પણ છે.આગામી 7 મી મેં ના રોજ રાજ્યમાં મતદાન યોજાવાનું છે ત્યારે સૌ ગ્રામજનો ઉત્સાહ પૂર્વક મતદાન કરી અન્ય ને પણ મતદાન માટે પ્રેરણા આપશે

અહેવાલ – રહીમ લખાણી 

આ પણ વાંચો : VADODARA : પુત્રીને મળવા આવેલા પિતાને ધમકી, “તને પુરો કરી નાંખીશું”

Whatsapp share
facebook twitter