+

ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણીનો ફોન સતત બંધ આવતા અનેક તર્કવિતર્ક

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) શરૂ થઇ ગઇ છે ત્યારે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માટે પડકારો સતત વધી રહ્યા છે. છેલ્લા બે દિવસથી સુરત લોકસભા બેઠક (Surat Lok Sabha Seat)…

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) શરૂ થઇ ગઇ છે ત્યારે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માટે પડકારો સતત વધી રહ્યા છે. છેલ્લા બે દિવસથી સુરત લોકસભા બેઠક (Surat Lok Sabha Seat) પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) ના ઉમેદવારી ફોર્મ (Nomination Form) અંગે ખૂબ રાજકારણ ગરમાયું છે. ગઇ કાલે રવિવારના રોજ નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) નું ઉમેદવારી ફોર્મ ચૂંટણી પંચ (Election Commission) દ્વારા રદ કરવામાં આવ્યું હતું. રવિવારે કોંગ્રેસના જ નેતા અસલમ સાયકલવાલાએ નિલેશ કુંભાણી પર આરોપ લગાવતા કહ્યું કે, તેમણે પૈસા લઈ ટિકીટનો સોદો કર્યો છે. તેટલું જ નહીં ઉમેદવારની પસંદગીથી લઈ ફોર્મ રદ સુધીની ગેમ રમાઈ હોવાની પણ ચર્ચા થઇ રહી છે.

સુરતના સ્થાનિક કોંગ્રેસ નેતાઓ લાલઘૂમ

સુરતમાં લોકસભાની બેઠક કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનતી જઇ રહી છે. રવિવારે નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદથી સુરતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. ઉમેદવારની પસંદગીથી લઈ ફોર્મ રદ સુધીની ગેમ રમાઈ હોવાની પણ ચર્ચા થઇ રહી છે. આ સાથે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીની બેદરકારી છતી થયાની પણ ચર્ચાએ વેગ પકડ્યો છે. સુરતના સ્થાનિક કોંગ્રેસ નેતાઓ પણ આ સમગ્ર મામલે લાલઘૂમ દેખાઈ રહ્યા છે. નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ કહેવાય છે કે, 73 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે સુરતમાંથી કોંગ્રેસ ચૂંટણી લડી શકશે નહીં. કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન ભાજપના નેતાઓ સાથે કુંભાણીના સંબંધ હોવાની ચર્ચાઓ પણ થઇ રહી છે. સુરતથી લઇને પ્રદેશ સુધી તે પણ ચર્ચા થઇ રહી છે કે, કુંભાણીનો દાવ થયો કે કુંભાણીએ કોંગ્રેસનો દાવ કર્યો છે.

  • સુરત માં કોંગ્રેસ ના ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ મામલો
  • ઉમેદવાર પસંદગી લઇ રદ સુધી ગેમ રમાઈ ગઈ
  • પ્રદેશ કોંગ્રેસ ની નેતાગીરી સમગ્ર પ્રકરણ માં બેદરકારી છતી થઇ હોવાની ચર્ચા ઉઠી
  • સુરત ના સ્થાનિક કોંગ્રેસ ના નેતાઓ પણ થયા છૅ લાલધૂમ
  • નિલેશ કુંભાણી હોઈ કે ટેકેદારો કોણ કોણ આમાં સામેલ તેની ચર્ચા ઉઠી
  • જે ટેકેદારો કોંગ્રેસ ના કાર્યકરો ન હતા તે ટેકેદારો કેમ બન્યા? પ્રદેશ આમાં અજાણ
  • સુરત માં કોંગ્રેસ 73વર્ષ ના ઇતિહાસ માં પહેલીવાર ચૂંટણી લડી શકશે નહીં!
  • નિલેશ કુંભાણી નું કોંગ્રેસ ના પૂર્વ અને વર્તમાન ભાજપ ના નેતાઓ સાથે ના સંબંધ છતાં પ્રદેશ નેતાગીરી અજાણ રહી કે?
  • સુરત થી લઇ પ્રદેશ સુધી એક જ ચર્ચા કુંભાણી નો દાવ થયો કે કુંભાણી એ કોંગ્રેસ નો દાવ કર્યો? એજ ચર્ચા

સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલની જીત નિશ્ચિત ?

નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે, સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિન હરીફ થઇ શકે છે. સૂત્રોનું માનીએ તો સુરતમાં 3 અપક્ષ સહિત 5 નાની પાર્ટીના ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવવામાં ભાજપની કવાયત શરૂ થઇ ગઇ છે. વળી માહિતી એવી પણ મળી રહી છે કે, 8 પૈકી 5 ભાજપના કહ્યામાં છે. તાજતેરમાં મળતી માહિતી અનુસાર, આમા 6 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. અને હવે 2 ઉમેદવાર છે કે જેઓ મેદાનમાં છે. તેમાથ એક ઉમેદવાર BSP નો છે, પણ કહેવાઇ રહ્યું છે કે, આ બે ઉમેદવારો પણ બપોરે 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકે છે. જો તેમ થાય છે તો ભાજપનો જીતનો માર્ગ સરળ અને મોકળો બની જશે અને સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલની જીત નિશ્ચિત થઇ જશે. વળી એવા પણ સમાચાર મળી રહ્યા છે કે, ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી હાઇકોર્ટમાં આજે પીટીશન ફાઇલ કરશે.

ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ?

સુરત લોકસભા બેઠક પરથી ફોર્મ રદ થયા બાદથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. મળતી માહિતી અનુસાર, નિલેશ કુંભાણીનો મોબાઈલ સતત બંધ આવી રહ્યો છે. આ પછી કોંગ્રેસના નેતાઓમાં ચર્ચાનો દૌર શરૂ થઇ ગયો છે કે, નિલેશ કુંભાણીએ પડદા પાછળ કોઇ ખેલ કર્યો છે. વળી રાજકીય સૂત્રોની માનીએ તો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. જોકે આ વાતને કોઈ ચોક્કસ સમર્થન હજી પ્રાપ્ત થયું નથી. પણ હા નિલેશ કુંભાણીનો ફોન સતત બંધ આવતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે.

વધુ માહિતી માટે જુઓ નીચે આપેલો Video

આ પણ વાંચો – સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ

આ પણ વાંચો – સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા, શું નિલેશ કુંભાણી છે કોંગ્રેસનો ગદ્દાર ?

Whatsapp share
facebook twitter