+

21 તારીખે બપોરે યુવકનું અપહરણ થયું અને મોડી રાત્રે જ અપહરણકારો દાહોદથી ઝડપાયા 

અહેવાલ–પ્રદિપ કચીયા, અમદાવાદ અમદાવાદ (Ahmedabad)ના નરોડા વિસ્તારમાં બપોરે યુવકનું અપહરણ થયા બાદ નરોડા પોલીસને જાણ થતાં પોલીસે (Police) ઉંડી તપાસ કરીને દાહોદથી અપહરણકારોને દબોચી લીધા હતા. નરોડા પોલીસે તપાસ શરુ…
અહેવાલ–પ્રદિપ કચીયા, અમદાવાદ
અમદાવાદ (Ahmedabad)ના નરોડા વિસ્તારમાં બપોરે યુવકનું અપહરણ થયા બાદ નરોડા પોલીસને જાણ થતાં પોલીસે (Police) ઉંડી તપાસ કરીને દાહોદથી અપહરણકારોને દબોચી લીધા હતા.
નરોડા પોલીસે તપાસ શરુ કરી
અમદાવાદ શહેરમાં 21 તારીખના રોજ સમગ્ર અમદાવાદ શહેરની નજર ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત પર હતી. ત્યારે અચાનક શહેરના નરોડા વિસ્તારમાંથી એક યુવકનું અપહરણ  થયુ હતું.   યુવકની બહેન દ્વારા નરોડા પોલીસ મથકે અપહરણની ફરિયાદ બપોરે કરાઇ હતી. ફરિયાદ મળતાની સાથે જ નરોડા પોલીસે તપાસ શરુ કરી હતી. સમગ્ર ઘટનામાં પરણિતા ગુમ થવાને મામલે પતિએ શંકા રાખીને નરોડાના યુવકનું અપહરણ કરી દાહોદ લઈ જવાયો હોવાનું બહાર આવ્યું હતું.
મુખ્ય આરોપીની પત્ની ગુમ થતા શંકા રાખી
મુખ્ય આરોપી મિથુન ગણાવાની પત્ની તારીખ 26 ફેબ્રુઆરીના રોજ ઘર છોડીને ભાગી ગઈ હતી. જે મળી ન આવતા પછી મિથુને આ ગુનામાં ભોગ બનનાર ભરતસિંહ ઝાલા પર શંકા કરી હતી. જેને લઇને 21 જુલાઈના રોજ ભરતસિંહ ઝાલા નું નરોડા વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને દાહોદ ખાતે લઈ જવામાં આવ્યો હતો. દાહોદ ખાતે લઈ જવામાં મિથુનની સાથે તેના ભાઈ કાજુ ગણાવા અને મિત્ર માજુભાઈ કટારા સાથે હતા.
police
ગીતામંદિરથી કડીથી દાહોદ સુધીની એક લીંક મળી
નરોડા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ દાખલ થતાની સાથે જ પીઆઇ એસ જે ભાટિયા દ્વારા એક ટીમ બનાવવામાં આવી અને અમદાવાદ શહેરની સર્વલેન્સ ટીમ દ્વારા મદદના આધારે અમદાવાદ શહેરના મોટાભાગના સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવ્યા હતા. જે જગ્યા ઉપર થી અપરણ થયું ત્યાંથી લઈને કઈ દિશામાં ગયા છે. તેને લઈને પીએસઆઇ અને તેમની ટીમ દ્વારા ગીતામંદિર સુધીની એક કડી મળી હતી. ગીતામંદિરથી કડીથી દાહોદ સુધીની એક લીંક મળી આવી હતી જેના આધારે સર્વેલેન્સ ટીમ અને હ્યુમન સોર્સીસના આધારે અપહરણ થયેલ ભરતસિંહ ઝાલાને દાહોદ થી છોડાવવામાં આવ્યા હતા અને મુખ્ય આરોપી મિથુનની ધરપકડ કરવામાં આવી હતી. મિથુનની પૂછપરછ કરતા તેના ભાઈ કાજુ અને તેના મિત્ર માજુનું પણ તેણે  નામ આપ્યું હતું. જેને લઈને નરોડા પોલીસને એક ટીમે અપહારના ગુનામાં સાથ આપવા માટે બંનેની ધરપકડ કરી હતી.
police
મોબાઇલના લોકેશનના આધારે સ્થાનિક પોલીસની મદદથી છોડાવી લેવામાં આવ્યો
નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ જે ભાટીયા એ જણાવ્યું હતું કે આ ત્રણેય આરોપીએ નરોડાથી ભરતસિંહ ઝાલા નું અપહરણ કરીને ગીતામંદિર સુધી રિક્ષામાં લઈ ગયા હતા અને ત્યારબાદ ગીતામંદિર એસટી થી બસમાં ડાકોર અને પછી ત્યાંથી દાહોદના ગરબાડા ખાતે લઈ જવામાં આવ્યો હતા. જો કે પોલીસને ભરતસિંહ ઝાલાના મોબાઇલના લોકેશનના આધારે સ્થાનિક પોલીસની મદદથી તેને છોડાવી લેવામાં આવ્યો હતો અને આ ગુનાના મુખ્ય આરોપીની પણ ધરપકડ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી..
પત્નીની કોઈ ભાળ મળી નથી
મહત્વનું છે કે પોલીસે અપહરણના ગુનામાં બે ભાઈઓ અને મિત્રની ધરપકડ કરી પરંતુ આરોપી મિથુન ને તેની પત્નીની કોઈ ભાળ મળી નથી જેથી પોલીસે હવે આરોપીની પત્નીની શોધખોળ માટે પ્રયાસો શરૂ કર્યા છે.
Whatsapp share
facebook twitter