Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દુષ્કર્મ કરવા આવેલા 6 યુવકોને યુવતીએ એવા ધોયા કે…..

08:24 AM Apr 23, 2023 | Vipul Pandya

સમગ્ર વિશ્વમાં લાખો મહિલાઓ અને છોકરીઓ દરરોજ જાતીય સતામણીનો ભોગ બને છે. આ જ કારણ છે કે છોકરીઓ હવે આવા તત્વો અને ગુંડાઓ સામે લડવા માટે સ્વ-રક્ષણના વર્ગો લઈ રહી છે. છોકરીઓ હવે પહેલા કરતા વધુ નીડર અને હોશિયાર છે. હાલમાં એક છોકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નિર્જન રસ્તા પર એક છોકરી તેના પર દુષ્કર્મ કરવા આવેલા છ છોકરાઓની ધોલાઇ કરે છે.  
આ વિડિયો ખરેખર અદ્ભુત છે. કારણ કે છોકરી જે રીતે ગુંડાઓને પાઠ ભણાવે છે તેને જોતાં આ ગુંડાઓ તેને જીવનભર યાદ રાખશે. માર્શલ આર્ટનો ઉપયોગ કરીને યુવતીએ છોકરાઓને એ હદે માર્યા કે તમામને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. 
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે  નિર્જન રસ્તા પર એકલી છોકરીને જોઈને છ છોકરાઓએ તેને ઘેરી લીધી. અને પછી તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું.  
જો કે યુવતી  એવું ઉગ્ર સ્વરૂપ બતાવે છે કે છોકરાઓને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય છે.  આ યુવતી ફ્લાય કીક વડે છોકરાઓને સેકન્ડોમાં જમીન પર પછાડે છે અને કેટલીક માર્શલ આર્ટ મૂવ કરે છે. છોકરી એક પછી એક બધા છોકરાઓને કિક-બોક્સિંગ કરે છે.  જુઓ વિડીયો