Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દુનિયાના પ્રથમ AI બાળકનો થયો જન્મ, જુઓ Video

03:42 PM Feb 20, 2024 | Hardik Shah

World’s first AI child : ઘણા લોકો એવા છે કે જેમણે લાંબા વાયરવાળા ટેલિફોન (Telephone) નો ઉપયોગ કર્યો જ હશે, બાળપણમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી (black and white TV) જોયા જ હશે, પછી 90ના દાયકા પછી આપણે ધીરે ધીરે મોબાઈલ ફોન (Mobile Phone) નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને પછી 2010 ની આસપાસથી સ્માર્ટફોન (Smartphone) અથવા એન્ડ્રોઈડ (Android) નો ટ્રેન્ડ ઝડપથી વધ્યો. આ તમામ જ્યારે માર્કેટમાં આવ્યા ત્યારે સૌ કોઇ તેને એક ચમત્કારની જેમ જોઇ રહ્યા હતા.

દુનિયાનું પ્રથમ AI બાળક

સમયની સાથે ટેકનોલોજીમાં સતત ફેરફાર થયો જેણે સૌ કોઇને ચોંકાવી દીધા. બદલાતી ટેકનોલોજી વચ્ચે દરેક સમયે એક સવાલ ખાસ થયો જ હશે કે Whats is Next ? તો હવે અમે તમને જણાવી દઇએ કે, વિજ્ઞાન અને ટેકનોલોજી એટલી હદે આગળ વધી ગઇ છે કે, જે અંગે આપણે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તેવું આજે સંભવ થઇ રહ્યું છે. જીહા, શું તમે ક્યારે પણ એવી કલ્પના કરી છે કે, ભવિષ્યમાં AI થી બાળકનો જન્મ થશે? આ સાંભળીને થોડીવાર માટે તમને નવાઈ લાગશે કે આ કેવો પ્રશ્ન છે પણ અમે તમને જણાવી દઇએ કે, આ એકદમ સાચી વાત છે, આવું જ કઇંક થશે. જનરેટિવ AI ટૂલ્સ જેવા કે, ChatGPT, Gemini AI, Microsoft Co-Pilot બાદ હવે વિશ્વનો પ્રથમ AI બાળક બની ગયો છે. ચીની સંશોધકોએ આ AI બાળકનું નામ Tong Tong રાખ્યું છે, જેનો અર્થ થાય છે “નાની છોકરી”. આ AI બાળક માત્ર માણસોની જેમ જ વર્તન કરતું નથી, પરંતુ તમારા પ્રશ્નોના જવાબ પણ ઝડપથી આપે છે.

જાણો કેટલું ઈન્ટેલિજન્ટ છે આ બાળક 

જે કોઇ ન કરી શકે તે ચીને કરી બતાવ્યું છે. ચીનની બેઇજિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર જનરલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (BIGAI) એ વિશ્વનું પહેલું AI બાળક બનાવ્યું છે, જે માણસોની જેમ વર્તન કરે છે. ચીનના વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવેલ આ AI બાઈક સામાન્ય માનવ બાળકની જેમ ઓટોનોમસ લર્નિંગ પર કામ કરે છે, એટલે કે તે બાળકોની જેમ આસપાસની વસ્તુઓ અને વાતાવરણમાંથી શીખે છે. આ AI બાળકમાં માનવ બાળકોની જેમ ભાવનાત્મક રીતે વર્તન કરવાની ક્ષમતા છે. ક્યારેક તે ગુસ્સે થાય છે, તો ક્યારેક તે પ્રેમથી સ્મિત પણ કરે છે. તે રડે પણ છે. તમે તેના ચહેરા પર ઉદાસીનો ભાવ પણ આપી શકો છો.

અત્યારે 3 થી 4 વર્ષના બાળકની જેમ કામ કરે છે

તેમા નાના બાળકોની જેમ નિર્દોષતા તો છે જ અને સાથે સાથે અનુભવી અને નિષ્ણાત લોકોની જેમ દરેક સમસ્યાનો ઉકેલ પણ તેની પાાસે છે. આ લોકો જોડેથી શીખવામાં પણ સક્ષમ છે. વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવેલું આ AI બાળક હાલમાં 3 થી 4 વર્ષના બાળકની જેમ કામ કરે છે અને વાત કરે છે. સંશોધકોનું કહેવું છે કે ધીમે ધીમે આ બાળક ઓટોનોમસ લર્નિંગ દ્વારા નવા શબ્દો શીખશે. જો કે, આ બાળક ભવિષ્યમાં કેટલી ઝડપથી વસ્તુઓ શીખી શકશે તે કહેવું વહેલું રહેશે. આ AI બાળક માત્ર ડિજિટલ વર્લ્ડમાં જ ઉપલબ્ધ હશે.

આ પણ વાંચો – Wooden Satellite: જાણો… વિશ્વના ક્યા દેશે અંતરિક્ષ ક્ષેત્રે કરિશ્મા કર્યો અને બનાવ્યો લાકડાનો ઉપગ્રહ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ