+

ભારત-દ.આફ્રિકાની પ્રથમ વનડે મેચના સમયમાં થયો ફેરફાર, હવે આ સમયે શરૂ થશે

લખનૌ (Lucknow)ના એકાના સ્ટેડિયમમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે વનડે સીરીઝની પ્રથમ મેચ રમાશે. આ મેચમાં વરસાદ પડી શકે તેવી પૂરી સંભાવનાઓ છે. જેના કારણે આજે મેચની શરૂઆત પહેલા એક મોટો ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેચનો સમય બપોરે 1.30 કલાકનો હતો, અને ટોસનો સમય બપોરે 1 કલાકનો હતો, હવે બંનેનો સમય લંબાવવામાં આવ્યો છે.ટીમ ઈન્ડિયામાં કોણ કરશે ઓપનિંગદક્ષિણ આફ્રિકા વિરુદ્ધ T2
લખનૌ (Lucknow)ના એકાના સ્ટેડિયમમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે વનડે સીરીઝની પ્રથમ મેચ રમાશે. આ મેચમાં વરસાદ પડી શકે તેવી પૂરી સંભાવનાઓ છે. જેના કારણે આજે મેચની શરૂઆત પહેલા એક મોટો ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેચનો સમય બપોરે 1.30 કલાકનો હતો, અને ટોસનો સમય બપોરે 1 કલાકનો હતો, હવે બંનેનો સમય લંબાવવામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયામાં કોણ કરશે ઓપનિંગ
દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ T20 સીરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા શિખર ધવન (Shikhar Dhawan)ના નેતૃત્વમાં વનડે સીરીઝ પણ જીતવા મેદાને ઉતરવાની છે. T20 વર્લ્ડ કપ ટીમના રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સામેલ મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર (Shreyas Iyer) આ શ્રેણી માટે ટીમનો વાઇસ કેપ્ટન છે. જમણા હાથના ફાસ્ટ બોલર દીપક ચહર અને લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈ, જેઓ પણ રિઝર્વ ખેલાડીઓમાં સામેલ છે, તેઓ પણ આ ODI શ્રેણીની ટીમમાં સામેલ છે. ઓપનર શુભમન ગિલ આ સીરીઝમાં ધવન સાથે ઇનિંગ્સની શરૂઆત કરે તેવી શક્યતા છે. 

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ કર્યું ટ્વીટ
ક્રિકેટ સાઉથ આફ્રિકાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલા ટ્વીટ અનુસાર, મેચ અને તેના માટેનો ટોસ હવે તેના નિર્ધારિત સમય કરતા અડધો કલાક મોડો શરૂ થશે. જેનો અર્થ છે કે પહેલા જે મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થવાની હતી તે હવે 2 વાગ્યાથી શરૂ થશે. સાથે જ એક વાગ્યાના બદલે હવે દોઢ વાગ્યે ટોસ થશે.

વરસાદની કેટલી છે સંભાવના?
લખનૌમાં રમાનારી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ વનડે મેચમાં ભારે વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લખનૌમાં ગુરુવારે ભારે વરસાદની સંભાવના છે, ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મેચ દરમિયાન વરસાદની સંભાવના 100 ટકા છે. બુધવારે પણ અહીં વરસાદ પડ્યો હતો. આવી સ્થિતિમાં વરસાદના કારણે આ મેચ પ્રભાવિત થઈ શકે છે અને ક્રિકેટ ચાહકોની આશા પર પાણી ફરી શકે છે.
પિચ રિપોર્ટ
લખનૌના એકના સ્ટેડિયમની પિચ સંતુલિત છે, જેનાથી બેટ્સમેનોને ફાયદો થઈ શકે છે. અહીં ઝડપી બોલરો અને સ્પિનરો બંનેને મદદ મળશે. જણાવી દઈએ કે, આ સ્ટેડિયમમાં આ બંન્ને ટીમે ક્યારેય વનડે મેચ રમી નથી. જોકે, ભારતે આ મેદાન પર બે T20I રમી છે અને 195 અને 199 રન બનાવ્યા છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે માર્ચ 2020મા લખનૌમાં T20 મેચ યોજાવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે મેચ રદ કરવામાં આવી હતી.
Whatsapp share
facebook twitter