+

સમલૈંગિક લગ્નની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સંભળાવશે ફેંસલો

સમલૈંગિક લગ્નની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે.. ભારત સરકારે સમલૈંગિકો વચ્ચે લગ્નનો વિરોધ કર્યો છે. વિશ્વના કેટલાક દેશોમાં ગે લગ્નને કાનૂની માન્યતા આપવામાં આવી છે.…

સમલૈંગિક લગ્નની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે.. ભારત સરકારે સમલૈંગિકો વચ્ચે લગ્નનો વિરોધ કર્યો છે. વિશ્વના કેટલાક દેશોમાં ગે લગ્નને કાનૂની માન્યતા આપવામાં આવી છે. ભારતમાં પણ, તેને કાયદેસર બનાવવાની માંગ લાંબા સમયથી વધી રહી છે, પરંતુ દેશના સાંસ્કૃતિક અને સામાજિક માળખા અને પ્રચલિત માન્યતાઓને કારણે, મોટી વસ્તી આ મુદ્દા પર સચોટ પ્રતિસાદ આપવામાં અસ્વસ્થતા અનુભવે છે.

ભારતમાં 2018માં સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી બહાર કરાઇ છે. .. . હવે બધાની નજર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર છે કે શું આવા યુગલોને લગ્ન કરવાનો અધિકાર મળશે કે નહીં? સમલૈંગિક લગ્ન અંગે ઓછામાં ઓછી 18 અરજીઓ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે..

સુપ્રીમ કોર્ટ એપ્રિલથી આ કેસની સુનાવણી કરી રહી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે દસ દિવસની સુનાવણી બાદ આ વર્ષે 11 મેના રોજ કેસ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

Whatsapp share
facebook twitter