+

Cricket : ક્રિકેટરોની કિટમાંથી દારુ મળવા બાબતે SCAની સર્વોચ્ચ કાઉન્સિલ તપાસ કરશે

Cricket : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurashtra Cricket Association)ના જુનિયર ક્રિકેટરોનો શરમજનક કિસ્સો બહાર આવ્યો છે. ચંદીગઢથી પરત આવતી વખતે એરપોર્ટ કસ્ટમ દ્વારા કરાયેલી તપાસમાં 5 ખેલાડીઓની કિટમાંથી દારુ અને બિયરની…

Cricket : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurashtra Cricket Association)ના જુનિયર ક્રિકેટરોનો શરમજનક કિસ્સો બહાર આવ્યો છે. ચંદીગઢથી પરત આવતી વખતે એરપોર્ટ કસ્ટમ દ્વારા કરાયેલી તપાસમાં 5 ખેલાડીઓની કિટમાંથી દારુ અને બિયરની બોટલો મળી આવી હતી જેથી ગુજરાતના ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્રારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે જે મુજબ આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે ઘટનાની શિસ્ત સમિતિ અને SCAની સર્વોચ્ચ કાઉન્સિલ તપાસ કરશે

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશના 5 ખેલાડીઓની ક્રિકેટ કિટમાંથી દારુનો જથ્થો પકડાયો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશના 5 ખેલાડીઓની ક્રિકેટ કિટમાંથી દારુનો જથ્થો પકડાયો હોવાના અહેવાલ ખળભળાટ મચાવી દીધો છે. આ જુનિયર ક્રિકેટરો ચંદીગઢથી પરત આવી રહ્યા હતા ત્યારે એરપોર્ટ પર કસ્ટમ દ્વારા તપાસ કરાતા 5 ખેલાડીઓની કીટમાંથી દારુ અને બિયરનો જથ્થો મળી આવ્યો છે.

કિટમાંથી 2 પેટી બિયર અને દારુની 27 બોટલ મળી

દારુનો આ જથ્થો સિનીયરોને ખુશ કરવા માટે જુનિયર ક્રિકેટરો લાવી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. કસ્ટમની ચેકીંગમાં 5 ખેલાડીઓની કિટમાંથી 2 પેટી બિયર અને દારુની 27 બોટલ મળી આવી હતી.

શિસ્ત સમિતિ અને SCAની સર્વોચ્ચ કાઉન્સિલ તપાસ કરશે

હવે આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. એસોસિએશન દ્વારા જણાવાયું છે કે SCAના ખેલાડીઓ ચંદીગઢથી પરત આવતા હતા. નિવેદનમાં જણાવાયું છે કે આ કથિત ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને અસહ્ય છે. આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. એસોસિએશને કહ્યું કે શિસ્ત સમિતિ અને SCAની સર્વોચ્ચ કાઉન્સિલ તપાસ કરશે.

આ પણ વાંચો—SCA : સૌરાષ્ટ્રના 5 જુનિયર ખેલાડીઓની કિટમાંથી દારુ અને બિયરનો જથ્થો મળ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter