+

IPLમાં નવા યુગની શરૂઆત,જય શાહેએ કર્યો ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ!

IPLમાં નવા યુગની શરૂઆત BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે IPLમાં રમાતી દરેક મેચ માટે ખેલાડીઓને મળશે પૈસા IPL :IPL માં ખેલાડીઓને ફ્રેન્ચાઈઝીના કરાર હેઠળ ચૂકવવામાં આવે છે. જ્યારે…
  • IPLમાં નવા યુગની શરૂઆત
  • BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે
  • IPLમાં રમાતી દરેક મેચ માટે ખેલાડીઓને મળશે પૈસા

IPL :IPL માં ખેલાડીઓને ફ્રેન્ચાઈઝીના કરાર હેઠળ ચૂકવવામાં આવે છે. જ્યારે દરેક મેચ માટે અલગથી ફી ન હતી. હવે IPL 2025 મેગા ઓક્શન પહેલાથી જ ખેલાડીઓ માટે સારા સમાચાર લઈને આવી છે. BCCI સેક્રેટરી જય શાહે જાહેરાત કરી છે કે હવે IPLમાં રમાતી દરેક મેચ માટે ખેલાડીઓને 7.5 લાખ રૂપિયાની ફી મળશે.

જય શાહે ટ્વીટ કરીને  કહી આ વાત

જય શાહે ટ્વીટ કર્યું, IPL માં સાતત્ય અને ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઉજવણી કરવા માટે એક ઐતિહાસિક પગલું.” અમારા ક્રિકેટરો માટે પ્રતિ રમત 7.5 લાખ રૂપિયાની મેચ ફી રજૂ કરતાં અમે રોમાંચિત છીએ. એક સિઝનમાં તમામ લીગ મેચો રમનારા ક્રિકેટરોને તેમના કરારની રકમ ઉપરાંત 1.05 કરોડ રૂપિયા વધુ મળશે.દરેક ફ્રેન્ચાઇઝી સીઝન માટે મેચ ફી તરીકે રૂ. 12.60 કરોડ ફાળવશે. આઈપીએલ અને અમારા ખેલાડીઓ માટે આ નવો યુગ છે.

આ પણ  વાંચો England vs Australia : મોડર્ન ક્રિકેટના સૌથી ખતરનાક બોલરને ઈંગ્લેન્ડના બેટ્સમેને ખૂબ ધોયો

શાહે લખ્યું- IPLમાં એક્શનમાં પ્રદર્શનની ઉજવણી કરવા માટે એક ઐતિહાસિક પગલું ભરતાં, અમે અમારા ક્રિકેટરો માટે 7.5 લાખ રૂપિયા પ્રતિ મેચની મેચ ફી રજૂ કરતાં રોમાંચિત છીએ. એક સિઝનમાં તમામ લીગ મેચો રમનાર ક્રિકેટરને તેના કરારની રકમ ઉપરાંત 1.05 કરોડ રૂપિયા મળશે. દરેક ફ્રેન્ચાઇઝી સીઝન માટે મેચ ફી તરીકે રૂ. 12.60 કરોડ ફાળવશે. આઈપીએલ અને અમારા ખેલાડીઓ માટે આ નવો યુગ છે.

આ પણ  વાંચો –IND vs BAN : મેચનો બીજો દિવસ વરસાદની ભેટ ચઢ્યો

નવેમ્બરમાં મેગા ઓક્શન થઈ શકે છે

IPLની ગવર્નિંગ કાઉન્સિલે હજુ સુધી મેગા ઓક્શનની તારીખ અંગે કોઈ નિર્ણય લીધો નથી. જો રિપોર્ટ્સનું માનીએ તો IPL મેગા ઓક્શન નવેમ્બરના અંતમાં ભારતની બહારના કોઈ શહેરમાં થઈ શકે છે. IPLની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક શનિવારે (28 સપ્ટેમ્બર) યોજાવાની છે. આ બેઠકમાં તમામ નિર્ણયો લેવામાં આવી શકે છે.

આ પણ  વાંચો –Virat Kohli ની બેટિંગ જોવા કિશોર ઉન્નાવથી કાનપુર સાયકલ લઈને પહોંચ્યો, જુઓ વીડિયો
આ વખતે KKRએ IPLનો ખિતાબ જીત્યો હતો

આ વખતે આઈપીએલનો ખિતાબ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં કેકેઆરે જીત્યો હતો. ફાઇનલમાં હૈદરાબાદને હરાવ્યું હતું. કેકેઆરનું આ ત્રીજું ટાઈટલ હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. બંને ટીમો 5-5 વખત ટાઈટલ જીતી ચૂકી છે.

Whatsapp share
facebook twitter