Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સ્વદેશ પરત ફરતા શ્રીલંકાની ક્રિકેટ ટીમનું થયું ભવ્ય સ્વાગત, Photos

05:50 AM Apr 17, 2023 | Vipul Pandya

એશિયા કપ 2022 (Asia Cup 2022)ની ટૂર્નામેન્ટ જ્યારે શરૂ થઇ ત્યારે કોઇએ વિચાર્યું પણ નહીં હોય કે શ્રીલંકા જેવી નબળી ટીમ ભારત અને પાકિસ્તાન જેવી દમદાર ટીમોને પછાડી કપ પોતાના નામે કરશે. જોકે, હવે સચ્ચાઇ એ જ છે કે, શ્રીલંકાએ એશિયા કપ 2022 પર કબજો કરી લીધો છે. 

રવિવારે રમાયેલી ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવી ટાઇટલ જીત્યું હતું. શ્રીલંકાની ટીમ ટ્રોફી સાથે દુબઈથી સ્વદેશ પરત ફરી છે. જ્યારે શ્રીલંકાની ટીમ પોતાના દેશ પરત ફરી ત્યારે તેમના સ્વાગત માટે વિજય પરેડ યોજવામાં આવી હતી.

એશિયા કપ 2022નો ખિતાબ જીતીને શ્રીલંકાની ક્રિકેટ ટીમ સ્વદેશ પહોંચી ગઈ છે. શ્રીલંકાએ રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ટાઈટલ મેચમાં પાકિસ્તાનને 23 રનથી હરાવીને છઠ્ઠી વખત એશિયા કપ જીતવામાં સફળ રહી હતી. આર્થિક અને રાજકીય અસ્થિરતામાંથી પસાર થઈ રહેલા શ્રીલંકા માટે આ ખાસ ક્ષણ છે. 

એશિયા કપની યજમાન શ્રીલંકાએ પોતાના દેશવાસીઓને જીતની ભેટ આપીને ખુશીનો મોકો આપ્યો છે. શ્રીલંકા પણ આ સ્ટાર ખેલાડીઓને તેમના પ્રદર્શન માટે જોરદાર આવકાર આપવાની તૈયારી કરી રહ્યું છે. શ્રીલંકા ક્રિકેટ ટીમના સભ્યો ડબલ ડેકર બસમાં મુસાફરી કરીને ચાહકો વચ્ચે વિજયની ઉજવણી કરતા જોવા મળ્યા છે. 

શ્રીલંકા ક્રિકેટ અધિકારીઓએ સોમવારે આ અંગે પહેલા જ જાણકારી આપી હતી. દાસુન શનાકાની આગેવાની હેઠળની ટીમ મંગળવારે સવારે ઘરે પહોંચી. આ દરમિયાન રસ્તાઓ પર ચાહકોની લાંબી કતારો જોવા મળી હતી. ખેલાડીઓ ખુલ્લી બસમાં હતા. આ દરમિયાન ચાહકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. 

શ્રીલંકા ક્રિકેટે એક ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં ખેલાડીઓ ડબલ ડેકર બસમાં મુસાફરી કરતા જોવા મળે છે. રોડની સાઇડમાં ઉભા રહેલા ચાહકો તેમને તાળીઓના ગડગડાટથી આવકારે છે અને અભિનંદન આપી રહ્યા છે. શ્રીલંકાના ખેલાડીઓએ વિજય પરેડ દરમિયાન પ્રશંસકો સાથે પણ વાતચીત કરી અને દેશમાં કટોકટીના સમયમાં પણ તેમના વિશાળ સમર્થન બદલ તેમનો આભાર માન્યો.