Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SRHને હાર સાથે વધુ એક ઝટકો, કેન વિલિયમસનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

01:17 AM Apr 27, 2023 | Vipul Pandya

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસનને મંગળવારે (29 માર્ચ) રમાયેલી IPL 2022ની મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 61 રનથી મળેલી હાર બાદ વધુ એક આંચકો લાગ્યો છે. આ મેચમાં સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હૈદરાબાદની ટીમ નિર્ધારિત સમયમાં 20 ઓવર ફેંકી શકી નહોતી, જેના કારણે વિલિયમસનને દંડ ફટકારવામાં આવ્યો છે.
રાજસ્થાન રોયલ્સ (RR) સામેની કારમી હાર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. SRHના કેપ્ટન કેન વિલિયમસનને ધીમી ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદને તેની પહેલી જ મેચમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. વિલિયમસન બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 
મહત્વનું છે કે, SRH આ સીઝનમાં તેમની પ્રથમ મેચ રમવા માટે બહાર આવી અને RR સામે ધીમો ઓવર રેટ આ સીઝનમાં ટીમનો પહેલો ગુનો માનવામાં આવે છે. IPL એ કેન વિલિયમસન પર લાગેલા દંડ વિશે માહિતી આપતા એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું, ‘IPL આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ સાથે સંબંધિત આ સીઝનમાં ટીમનો આ પહેલો ગુનો હતો, SRH કેપ્ટન કેન વિલિયમસન પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 
આ સીઝનમાં આ બીજી વખત છે જ્યારે કોઈ કેપ્ટનને સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કેપ્ટન રોહિત શર્માને પણ સ્લો ઓવર રેટના કારણે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રોહિત શર્માને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં આ પેનલ્ટીનો સામનો કરવો પડ્યો હતો.