+

લો કરો વાત.. મંદિરના ગેટ પર લગાવેલું બોર્ડ ચોરી ગયા તસ્કરો, ચોરી સીસીટીવીમાં થઇ કેદ

અહેવાલઃ હેરશ ભાલિયા, જેતપુર જેતપુરમાં ભાદર નદીના કાંઠે આવેલ નૃસિંહ મંદિરમાં સેવાપૂજા કરતાં કનૈયાનંદ બ્રહ્મચારીએ જેતપુર પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું છે કે પૌરાણિક નરસિંહ મંદિર તાબાનું ડોકટર હનુમાનજી મંદીર…
અહેવાલઃ હેરશ ભાલિયા, જેતપુર
જેતપુરમાં ભાદર નદીના કાંઠે આવેલ નૃસિંહ મંદિરમાં સેવાપૂજા કરતાં કનૈયાનંદ બ્રહ્મચારીએ જેતપુર પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું છે કે પૌરાણિક નરસિંહ મંદિર તાબાનું ડોકટર હનુમાનજી મંદીર આવેલુ છે. જ્યાં ભીમનાથ મહાદેવ મંદીર અને સુર્યમુખી ડોકટર હનુમાનજી મંદીરના નામથી ઘણા વર્ષોથી બોર્ડ બનાવડાવી લગાડેલું જે બોર્ડ જર્જરીત થઇ ગયેલ હતું જેથી હનુમાનજી મંદીરનું નવું બોર્ડ બનાવડાવેલ હતું અને તે બોર્ડ ગઇ રામનવમીના મંદીરની બહારના ગેઇટ ઉપર લગાડવામાં આવેલું હતું
રામનવમીના તહેવારે તેમજ ત્યાર બાદ દરરોજ ઘણા ભાવીકો મંદીરે દર્શન કરવા આવતા હતાં. કયારેય કોઇએ આ બોર્ડ બાબતે કોઇ વિરોધ કરેલ ન હતો.. પરંતુ તા.14/09/2 023 ના રોજ આ બોર્ડ મામલતદારે એક આવેદન પત્રના અનુસંધાને તેમની ટીમ તથા જેતપુર-નવાગઢ નગરપાલીકાના કર્મચારીઓએ બોર્ડ ઉતારી દીધું હતું. . જે બાબતે મંદીરના સેવકોએ બોર્ડ અંગે સમજ આપતાં બોર્ડ જે તે સ્થિતીમાં લગાવડાવી દેવાયું હતું.
ત્યારબાદ તા.15/09/2023 ના રોજ સવારમાં આશરે છ એક વાગ્યે મંદીરે સેવા પુજા કરવા જતાં જોયું તો ગેઇટ પરનું આ બોર્ડ ત્યાં ન હતું. જેથી મંદીરના બોર્ડે કોઇ અજાણ્યો ચોર ત્યાં થી કાઢી ચોરી કરી નાસી છૂટ્યો હતો. જે અંગે મંદિરના સેવકો પોલીસ મથકે દોડી ગયાં હતાં અને બનાવ અંગે ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.
Whatsapp share
facebook twitter