Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કારોબારના અંતિમ દિવસે સેન્સેક્સ 658 અને નિફ્ટી 191 પોઈન્ટના વધારા સાથે બંધ થયા

02:12 AM Apr 18, 2023 | Vipul Pandya

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે અને સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. વૈશ્વિક સંકેતો અને રોકાણકારોની ખરીદીને કારણે બજારમાં આ તેજી જોવા મળી. બંને ઇન્ડેક્સ ભારે  ઉછાળા સાથે બંધ થયા હતા. આજના કારોબારના અંતે સેન્સેક્સ 658 અને નિફ્ટી 191 પોઈન્ટના વધારા સાથે બંધ થયા છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 632 પોઈન્ટ વધીને 54,884ની સપાટી પર પહોંચ્યો છે.  નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 182 પોઈન્ટના ઉછાળા સાથે 16,352ની સપાટી પર બંધ થયો હતો.
શેરબજારમાં આજની તેજીમાં જે સેક્ટર સામેલ છે તેમાં બેન્કિંગ, આઈટી, ઓટો, એફએમસીજી, મીડિયાનો સમાવેશ થાય છે. બીજી તરફ મેટલ્સ અને એનર્જી સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટી 1.49 ટકા એટલે કે 522 પોઈન્ટના ઉછાળા સાથે 35,616ની સપાટી પર બંધ થયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેર લીલા નિશાનમાં જ્યારે 14 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેર 22 લીલા નિશાનમાં અને 8 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.
શેરબજારમાં તેજી વચ્ચે ટેક મહિન્દ્રા 4.23 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 3.23 ટકા, વિપ્રો 3.14 ટકા, ઇન્ફોસીસ 2.84 ટકા, બજાજ ફાઇનાન્સ 2.74 ટકા, બજાજ ફિનસર્વ 2.61 ટકા, એલસીએલ ટેક 2.53 ટકા, લાર્સન 2.46 ટકા, એચયુએલ 2.19 ટકા, કોટ 2.19 ટકાના વધારા સાથે આજનો કારોબાર બંધ કર્યો છે. ઘટતા સ્ટોક પર નજર કરીએ તો NTPC 2.92 ટકા, પાવર ગ્રીડ 1.17 ટકા, ભારતી એરટેલ 1.13 ટકા, ટાટા સ્ટીલ 0.83 ટકા, SBI 0.39 ટકા, રિલાયન્સ 0.37 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.26 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.