Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોલકાતામાં રમાશે બીજી વનડે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે

08:12 PM Apr 22, 2023 | Vipul Pandya

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચોની વનડે સિરીઝની બીજી મેચ કોલકાતામાં રમાનાર છે. ભારતીય ટીમ ગુરુવાર 12 જાન્યુઆરીએ ઈ઼ડન ગાર્ડન્સમાં શ્રીલંકા સામે ટકરાશે. ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતે 67 રનથી શ્રીલંકાને હરાવ્યુ હતુ. હવે સિરીઝ પર કબ્જો કરી લેવા માટે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ પૂરો દમ લગાવી દેશે. ગુવાહાટીમાં વિરાટ કોહલીએ શાનદાર શતક લગાવીને પોતાનુ ફોર્મ પરત મેળવી લેતા ટીમ ઈન્ડિયાને રાહત સર્જાઈ છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ આગામી વિશ્વકપને લઈ તૈયારીઓ કરી રહ્યુ છે. આવી સ્થિતીમાં શ્રીલંકા સામેની ઘર આંગણે રમાઈ રહેલી સિરીઝને મહત્વની માનવામાં આવી રહી છે. ટીમ ઈન્ડિયા રોટેશનમાં એવા 20 ખેલાડીઓને અંતિમ ઈલેવનમાં સ્થાન આપી રમાડવાનો પ્લાન બીસીસીઆઈ પહેલાથી જ બનાવી ચૂક્યુ છે.
કોહલીની સદી, રોહિત ચૂક્યો
રોહિત શર્માએ પણ બેટ ખોલીને શાનદાર શરુઆત ટીમ ઈન્ડિયાને પ્રથમ વનડેમાં ગુવાહાટીમાં અપાવી હતી. વિરાટ કોહલીએ વર્ષોથી જેની ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા હતા તે વનડે શતક જમાવ્યુ હતુ. જોકે રોહિત શર્મા તેનુ વનડે શતક ચૂકી ગયો હતો. કોલકોતામાં રોહિત અને વિરાટની આ જ પ્રકારની રમત જોવા મળે એવી આશા વર્તાઈ રહી છે. સાથે જ ઓપનીંગ જોડી આવી જ શરુઆત કરવાનો સિલસિલો જાળવે એ જરુરી છે. રોહિત શર્મા માટે ઈડન ગાર્ડન કરિયરમાં ખાસ યાદ ધરાવે છે. અહીં જ તેણે 264 રનની ઈનીંગ રમી હતી, એ વખતે હરીફ ટીમ શ્રીલંકા જ હતુ.
2nd ODI મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?
  • ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ODI ક્યારે રમાશે?
  • ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડે મેચ 12 જાન્યુઆરી, ગુરુવારના રોજ રમાશે.
  • ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ODI ક્યાં રમાશે?
  • ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડે મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.
  • ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ODI ક્યારે શરૂ થશે?
  • ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ODI બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ બપોરે 1 વાગ્યે થશે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ODI મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકાશે?
તમે Star Sports નેટવર્કની ચેનલો પર ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ODI મેચ વિવિધ ભાષાઓમાં જોઈ શકો છો.ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ODI મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ