Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રથમ પતિ થકી જન્મેલી દીકરીને બીજા પતિએ લગ્ન બાદ ઘરમાં રાખવાનો કર્યો ઇન્કાર, છૂટાછેડાની ધમકી આપી માર્યો માર

07:49 PM Oct 03, 2023 | Vishal Dave

ભરૂચના મહિલા પોલીસ મથકમાં ચોકાવનારી ફરિયાદ પરિણીતાએ નોંધાવી છે જેમાં ફરિયાદીના પ્રથમ લગ્ન થકી દીકરીને પ્રથમ પતિના મૃત્યુ બાદ બીજા લગ્નમાં પતિ પ્રથમ પતિ થકી આવેલી દીકરીને રાખવા તૈયાર ન હોય અને તેને પતિ પત્ની વચ્ચેથી કાઢી મૂકવાની ધમકી આપતા હોવાના આક્ષેપમાં આખરે મહિલા પોલીસે ગુનો દાખલ કરી સાસરીયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

 

આપણી બંને વચ્ચે આ તારી દીકરી જોઈતી નથી તેમ કહી ત્રાસ ગુજાર્યો 

ભરૂચ મહિલા પોલીસમાં ચોકાવનારી ફરિયાદ નોંધાઇ છે જેમાં પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે કોરોના કાળમાં પ્રથમ પતિ આબિદનું મોત થયું હતું, તેના થકી દીકરીનો જન્મ થયો હતો, અને પ્રથમ પતિના અવસાન બાદ બીજા લગ્ન તાશીન સાથે 2022માં થયા હતા અને બંને વચ્ચે બે મહિના સુધી સારું રહ્યા બાદ સાસરિયાઓના ત્રાસથી ફરિયાદી પરિણીતા એક અઠવાડિયું સેવા યજ્ઞ સમિતિમાં રહ્યા બાદ ભાડેથી મકાન લઈ પતિ સાથે રહેતી હતી અને તે દરમિયાન ફરીયાદી પરિણિતાને પ્રથમ પતિ થકી જે દીકરી જે તેની માતા પાસે રહેતી હતી તે હવે સાથે રહેવા આવતા પતિએ ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું અને ફરિયાદી સાથે વારંવાર મારઝૂડ અને ઝઘડો કરી આપણી બંને વચ્ચે આ તારી દીકરી જોઈતી નથી તેમ કહી ત્રાસ ગુજારતા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે સાથે જ ફરિયાદી જ્યારે સાસરીમાં રહેતી હતી ત્યારે તેના સાસરિયાઓ પણ તેની ઉપર ગંભીર પ્રકારનો ત્રાસ ગુજારતા હોવાના આક્ષેપો કર્યા છે જેના પગલે આખરે પતિ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આખરે પતિ સહિત સાસરિયાંઓ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પણ સાસરીયાઓ સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

સાહેબ મારી દીકરીને ક્યાં મૂકવાની.. પીડિતાની વેદના

ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ પરિણીતાએ નોંધાવી છે અને તેણે બે માસ અગાઉ લેખિત અરજી આપી હતી જેમાં આક્ષેપ કર્યા હતા કે સાહેબ મારા પ્રથમ પતિનું મૃત્યુ થયું હોય તો મારી એકલી દીકરી ને મારે ક્યાં મૂકવાની.. અને મારી દીકરી હજુ સાત જ વર્ષની છે અને તે મારી સિવાય રહી શકે તેવી નથી અને એટલે જ મેં મારી દીકરીને મારી સાથે રહેવા લાવી છું પરંતુ મારા પતિ તેને રાખવા તૈયાર નથી અને મને છૂટું આપી દેવાની ધમકી આપવા સાથે મને માર મારે છે મારા પ્રથમ પતિનું મૃત્યુ થયું હોય તેમાં મારી દીકરીનો શું વાંક તેવા આક્ષેપ ફરિયાદમાં કર્યા હતા

પરિણિતાને ન્યાયની આશાએ પોલીસ મથકે પહોંચવાની ફરજ પડી

કોરોનામાં પતિના નિધન બાદ બીજા લગ્ન કરીને સાસરીમાં ગયેલી પરિણીતાને સાસરિયાંઓ ત્રાસ ગુજારતા હોય માર મારતા હોય જેના કારણે પરિણીતાએ આખરે એક અઠવાડિયું સેવા યજ્ઞ સમિતિ દ્વારા ચાલી રહેલ પથારી વશ ડેરા તંબુ નીચે વિતાવી હતી અને અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને બાદમાં પતિ સાથે ભાડાના મકાનમાં રહેતા ત્યાં પણ પતિએ દીકરીને હું નહીં આ ઘરમાં નહીં રાખુ તેમ કહી ત્રાસ આપતા આખરે પરિણીતાએ ન્યાયની આશાએ પોલીસ મથકે પહોંચવાની ફરજ પડી છે