Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સ્ક્રિપ્ટ 7 મહિના સુધી લખાઇ પણ મને સંતોષ ન થતાં ફરી બે મહિના સુધી લખી- આર. માધવન

03:19 AM Apr 26, 2023 | Vipul Pandya

લોકપ્રિય અભિનેતા આર માધવન તેમની ટૂંક સમયમાં રીલિઝ થનારી ફિલ્મ રોકેટ્રીઃ ધ નાંબી ઇફેક્ટના પ્રમોશન માટે  અમદાવાદના મહેમાન બન્યાં હતાં. તેમની આ ફિલ્મ રીલિઝ થવા માટે હવે તૈયાર છે, જે પૂર્વ વૈજ્ઞાનિક અને ઇસરોના એરોસ્પેસ એન્જિનિયર નાંબી નારાયણના જીવન ઉપર આધારિત છે. આર માધવન આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે અને તેના માટે અભિનેતાએ જબરદસ્ત મહેનત કરી છે.  



લૂક બદલવાથી લઇને વજન વધારવા સુધી તમામ પાત્રને અનુરુપ શક્ય તમામ પ્રયાસો કર્યાં
અમદાવાદમાં ફિલ્મના પ્રમોશન માટે આવેલા માધવને તેમના આ ડ્રીમ પ્રોજેક્ટ વિશે વિશે ખૂલીને વાત કરી હતી. તેમણે જણવ્યું કે આ ફિલ્મ મારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફિલ્મ છે.ફિલ્મ બનાવવાના ખ્યાલથી લઇને તેની વાર્તા, ડાયરેક્શન અને પડકારો સહિતના અનુભવો ખૂબ જ સારા રહ્યાં હતાં. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પહેલાં 7 મહિના સુધા લખાઇ ત્યાર બાદ મને સંતોષ ન થતાં ફરી બે મહિના સુધી આ ફિલ્મ લખી. આ ફિલ્મ માટે મેં મારો લૂક બદલવાથી લઇને વજન વધારવા સુધી તમામ પાત્રને અનુરુપ શક્ય તમામ પ્રયાસો કર્યાં છે.

ઇન્ટરવ્યુ દરમિયાન શાહરૂખના કેમિયો પર વાત કરી હતી અને ખુલાસો કર્યો હતો કે સુપરસ્ટારે તેના કેમિયો માટે કોઈ ફી લીધી નથી. આ સાથે માધવને શાહરૂખ સાથે ફિલ્મમાં જોડાવાનો એક રસપ્રદ કિસ્સો પણ શેર કર્યો હતો. અભિનેતાએ કહ્યું, “મને યાદ છે કે હું શાહરૂખ ખાન સાથે ફિલ્મ ઝીરોમાં કામ કરી રહ્યો હતો. તેણે મને તેની જન્મદિવસની પાર્ટી દરમિયાન રોકેટરીના નિર્માણ વિશે પૂછ્યું અને ત્યારે જ તેણે ફિલ્મનો ભાગ બનવાની ઈચ્છા વ્યક્ત કરી. તેણે મને કહ્યું કે દોસ્ત, બેકગ્રાઉન્ડમાં પણ એક રોલ ભજવશે. હું માત્ર તેનો એક ભાગ બનવા માંગુ છું.


ફિલ્મની પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરી 
જેનાથી પાત્રને વધુ  થોડાં સમય પહેલાં તેમના ટ્રાન્સફોર્મેશનનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો, જેને તેમના ચાહકો તરફથી ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો છે. માધવને તેમના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા માટે સખત મહેનત કરી છે અને તેમની ફિલ્મની પ્રશંસા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરી છે.  માધવનનું પૂરું નામ રંગનાથન માધવન છે. અભિનેતા આર. માધવનના પિતાનું નામ રંગનાથન છે, જેઓ ટાટા સ્ટીલના એક્ઝિક્યુટિવ છે. તેની માતાનું નામ સરોજા છે, જે બેંક ઓફ ઈન્ડિયામાં મેનેજર તરીકે કામ કરે છે. તેમની એક નાની બહેન દેવિકા રંગનાથન છે જે યુકેમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે. માધવનને ભારતમાં ‘મેડી ભાઈ’, ‘મેડી પાજી’, ‘મેડી ભાઈજાન’, ‘મેડી સર’, ‘મેડી ચેટ્ટા’, ‘મેડી અન્ના’ના નામથી બોલાવવામાં આવે છે.વર્ષ 2001માં ગૌતમ મેનનની ‘રેહના હૈ તેરે દિલ મેં’ (Rehna hai tere dil mein) ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં તે દિયા મિર્ઝાની (Dia Mirza) સામે જોવા મળ્યો હતો એ ફિલ્મમાં તેનું પાત્ર મેડી હતું. આ ભૂમિકાએ તેનું ભાગ્ય બદલી નાખ્યું. આ ફિલ્મ માટે તેને સ્ક્રીન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તે પછી માધવને ક્યારેય પાછું વળીને જોયું નથી.


કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં વર્લ્ડ પ્રીમિયર થઇ 
આ પહેલાં માધવનની ફિલ્મ રોકેટ્રીઃ ધ નાંબી ઇફેક્ટનું કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022માં વર્લ્ડ પ્રીમિયર પણ કરાયું હતું, જેમાં વિશ્વભરમાંથી આવેલા દર્શકોએ આ સાયન્સ ફિક્શન ફિલ્મની મજા માણી હતી. મહત્વપૂર્ણ છે કે આ ફિલ્મની તમામ જવાબદારી આર માધવને પોતે ઉપાડી છે. તેની વાર્તા, પ્રોડક્શન, એક્ટીંગથી લઇને ડાયરેક્શન માધવને કર્યું છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, મલયાલમ, કન્નડ સહિતની છ ભાષાઓમાં 1 જુલાઇને રોજ વિશ્વભરમાં રીલિઝ થઇ રહી છે. આ ફિલ્મ આર માધવનનું ડાયરેક્ટોરિયલ ડેબ્યુ છે અને તેમની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ છે. આ ફિલ્મનું શુટિંગ ભારતની સાથે-સાથે જ્યોર્જિયા, ફ્રાન્સ, કેનેડા, સર્બિયા અને રશિયામાં કરાયું છે.