+

ધોરણ 10નું પરિણામ જાહેર, જાણો કયા જિલ્લાનું આવ્યું સૌથી વધુ પરિણામ

રાજ્યમાં ધોરણ 10નું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ પોતાની મહેનતનું પરિણામ કેવું આવશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. જે આતુરતાનો આખરે આજે અંત આવ્યો છે. ગુજરાત શૈક્ષણિક બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. ધોરણ 10 પરિણામમાં છોકરીઓએ મારી બાજીગુજરાત શૈક્ષણિક એજ્યુકેશન બોર્ડની ધોરણ 10ની પરીક્ષાના પરિણામની વિદ્યાર્થીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જે à
રાજ્યમાં ધોરણ 10નું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ પોતાની મહેનતનું પરિણામ કેવું આવશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. જે આતુરતાનો આખરે આજે અંત આવ્યો છે. ગુજરાત શૈક્ષણિક બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. 
ધોરણ 10 પરિણામમાં છોકરીઓએ મારી બાજી
ગુજરાત શૈક્ષણિક એજ્યુકેશન બોર્ડની ધોરણ 10ની પરીક્ષાના પરિણામની વિદ્યાર્થીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જે પરિણામ આજે જાહેર થઇ ગયું છે. મહત્વનું છે કે, 10ની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલની વચ્ચે યોજાઈ હતી. ગુજરાત શૈક્ષણિક એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ગુજરાતમાં ધોરણ 10માં 9.70 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સૌથી વધુ પરિણામ સુરત જિલ્લામાં 75.64 ટકા આવ્યું છે, જ્યારે પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધોરણ 10માં છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે. બે દિવસ પહેલા 4 જૂને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 10ના છેલ્લા ત્રણ વર્ષના પરિણામની વાત કરીએ તો વર્ષ 2018માં 67.50 ટકા, વર્ષ 2019માં 66.97 ટકા અને વર્ષ 2020માં 60.64 ટકા પરિણામ જાહેર થયુ હતુ.
294 શાળાઓનું 100 ટકા પરિણામ
મહત્વનું છે કે, ધોરણ10નું પરિણામ www.gseb.org વેબસાઇટ પર મુકાયું છે. રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ 94.80 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદના રૂવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછું 19.17 ટકા પરિણામ આવ્યું છે. વળી, રાજ્યમાં 294 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10 બોર્ડનું ગુજરાતી માધ્યમમાં 63.13 ટકા, હિન્દી માધ્યમમાં 63.96 ટકા અને અંગ્રેજી માધ્યમમાં 81.50 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં અમદાવાદ જિલ્લાનું 63.98 ટકા, ગાંધીનગર જિલ્લાનું 65.83 ટકા, જૂનાગઢ જિલ્લાનું 66.25 ટકા, વડોદરા જિલ્લાનું 61.21 ટકા, રાજકોટ જિલ્લાનું 72.86 ટકા, જામનગર જિલ્લાનું 69.68 ટકા પરિણામ આવ્યું છે. 1007 શાળાઓનું 30 ટકાથી ઓછું પરિણામ અને 121 શાળાઓનું ઝીરો ટકા પરિણામ આવ્યું છે. ઉપરાંત રાજ્યમાં 30 ટકા કરતા પણ ઓછું પરિણામ 1007 શાળાઓનું આવ્યું છે. વળી 12,090 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 52,992 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ, 93,602 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને 1,30,097 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.
ગુજરાત બોર્ડ SSC પરિણામ ગ્રેડિંગ સિસ્ટમ
A1 ગ્રેડ: 90 ટકા અને તેથી વધુ ગુણ
A ગ્રેડ: 80 – 90 ટકા ગુણ
B ગ્રેડ: 70 – 80 ટકા ગુણ
D ગ્રેડ: 40 ટકા કરતા ઓછા ગુણ
Whatsapp share
facebook twitter