+

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ, શિક્ષણની બોર્ડની વેબસાઈટ પર કરાશે જાહેર

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે સવારે 8 વાગ્યે જાહેર થશે. આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પર ઓનલાઈન જોઈ શકશે. તેમજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ…

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે સવારે 8 વાગ્યે જાહેર થશે. આ પરિણામ વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ gseb.org પર ઓનલાઈન જોઈ શકશે. તેમજ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા મોબાઈલ નંબર 6357300971 પરથી વોટ્સએપ દ્વારા જાણી શકાશે. આ પરીક્ષામાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.

2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રેકોર્ડબ્રેક 86.91 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગત વર્ષે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું હતું. જો કે, 12 વર્ષની સરખામણીએ એટલે કે વર્ષ 2010થી વર્ષ 2022ના સમયગાળામાં પરિણામની ટકાવારી જોઈએ તો વર્ષ 2022નું પરિણામ અગાઉનાં તમામ વર્ષો કરતાં વધારે નોંધાયું હતું.

આ પણ વાંચો : ‘આજે નહીં જાગો..તો ક્યારેય નહીં જાગો’..અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું આહ્વવાન

Whatsapp share
facebook twitter