+

West Bengal : લગ્નપ્રસંગમાં સિદ્ધપુર શહેર જેવો માહોલ ઉભો કરી દીધો રંગવાલા પરિવારે

અહેવાલ—વિજય દેસાઇ કોલકાત્તામાં જોવા મળી સિદ્ધપુરની ઝલક લગ્નપ્રસંગમાં સિદ્ધપુર શહેરની થીમ પર સજાવટ આબેહૂબ સિદ્ધપુર શહેરની થીમ જોઈ સૌ અવાક રંગવાલા પરિવારે લગ્નમાં વતનપ્રેમ દર્શાવ્યો વ્યવસાય અર્થે કોલકાત્તા સ્થાયી થયો…

અહેવાલ—વિજય દેસાઇ

કોલકાત્તામાં જોવા મળી સિદ્ધપુરની ઝલક
લગ્નપ્રસંગમાં સિદ્ધપુર શહેરની થીમ પર સજાવટ
આબેહૂબ સિદ્ધપુર શહેરની થીમ જોઈ સૌ અવાક
રંગવાલા પરિવારે લગ્નમાં વતનપ્રેમ દર્શાવ્યો
વ્યવસાય અર્થે કોલકાત્તા સ્થાયી થયો છે પરિવાર
લગ્નમાં ન સાલવા દીધી વતનની માટીની ખોટ
જાણે કે સિદ્ધપુરમાં જ યોજાઈ રહ્યાં હતા લગ્ન!

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!, કવિ અરદેશર ખબરદારની કવિતાની આ પંક્તિને મૂળ ગુજરાતના સિદ્ધપુરના અને હાલ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાત્તામાં વસતા રંગવાલા પરિવારે સાર્થક કરી છે…ગુજરાત તેની સંસ્કૃતિ, ખાનપાન અને તહેવારો મૂળ ગુજરાતના રંગ અને તેનો મિજાજ છે..ગુજરાતની સ્થાપત્ય કલા અને એમાં પણ ઐતિહાસિક સિદ્ધપુર શહેર તેની કાષ્ઠકલા અને પૌરાણિક સ્થાપત્યોના કારણે વિશ્વ પ્રસિદ્ધ છે. મૂળ સિદ્ધપુરના રંગવાલા પરિવારે કોલકાત્તામાં લગ્ન પ્રસંગમાં આબેહૂબ આખું સિદ્ધપુર શહેર જ ઉભું કરી દીધું. વ્યવસાય અર્થે કોલકાત્તામાં વસેલા દાઉદી વ્હોરા પરિવારે અદ્દલ સિદ્ધપુર જેવો માહોલ ઉભો કરીને વતનની યાદ તાજી કરી..લગ્નમાં પધારેલા મહેમાનો સજાવટ જોઈને અવાક થઈ વાહ પોકારી ઉઠ્યા હતા.

રંગવાલા પરિવારે માદરે વતન સિદ્ધપુરની પરંપરાને પરદેશમાં રજૂ કરી

લગ્નપ્રસંગ નિમિત્તે શણગારેલા હોલમાં પ્રવેશ્વદ્વારથી લઈને અંદર બધુ જ અદલ સિદ્ધપુર જેવું એટલે કે ઈસ્લામપુરા કે સૈફીપુરાના કોઈ ઘરમાં લગ્ન યોજાયા હોવ તેવી થીમ અને સજાવટ જોવા મળી હતી..રંગવાલા પરિવારે માદરે વતન સિદ્ધપુરની પરંપરાને પરદેશમાં રજૂ કરીને માન આપી વતનપ્રેમ પ્રકટ કર્યો હતો. લગ્નહોલમાં સજાવટમાં સિદ્ધપુરની સદીઓ જૂની તસવીરો પણ મુકવામાં આવી હતી…એજ જૂના પાણીયારા અને પલંગને જોઈ વતનપ્રેમની તરસ હૈયામાં ઉભરી આવે તેવો માહોલ ઉભો કરાયો હતો.

યુરોપની ગલીઓમાં ફરતા હોવ તેવો અહેસાસ

વિશ્વમાં માતૃગયા તીર્થ તેમજ હેરિટેજ શહેર તરીકે વિખ્યાત સિદ્ધપુર શહેરનો અતૂલ્ય વારસો છે..સિદ્ધપુરમાં વસતા વ્હોરા સમુદાયના લોકોના હવેલી જેવા ભવ્ય મકાનોનો દેખાવ 100 વર્ષ જૂના યુરોપિયન સ્ટાઈલવાળા આજે પણ હારબંધ ઉભી છે જે શહેરની શોભા વધારે છે..સંધ્યાકાળે અહીંથી પસાર થતાં હોઈએ તો ઘરોની બહાર લગાવેલા લેમ્પની લાઈટો જોતા તમને જાણે યુરોપની ગલીઓમાં ફરતા હોવ તેવો અહેસાસ થાય છે. અહીંનો ઐતિહાસિક રૂદ્ધમહાલય, પ્રાચીન બિંદુ સરોવર અને વ્હોરા સમાજના કલાત્મક મકાનો વિશ્વ પ્રસિદ્ધ છે.

આ પણ વાંચો—-દેશમાં કોરોનાના નવા JN.1 વેરિએન્ટે વધારી ચિંતા, દર કલાકે થઇ રહ્યા છે 17 લોકો સંક્રમિત

Whatsapp share
facebook twitter