Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજકોટ મહાનગર પાલિકા વોકળા પર થયેલા નાના બાંધકામો તોડીને જ સંતોષ માને છે

01:07 PM Oct 27, 2023 | Vipul Pandya

અહેવાલ–રહીમ લાખાણી, રાજકોટ

રાજકોટમાં ગત તારીખ ૨૪.૯.૨૦૨૩ ના સર્વેશ્વર ચોકમાં આવેલ વોકળા પર બાંધકામ છત પડતા ૧૫ જેટલા લોકો વોકળામાં પડ્યા હતા અને એક મહિલાનું મોત પણ થયું હતું.. ત્યાર બાદ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વોકળા પર થયેલા તમામ બાંધકામોની ચકાસણી કરવાના આદેશ અપાયા હતા અને ગેરકાયદે બાંધકામો દૂર કરવ આદેશ પણ કર્યા અધિકારીઓવોકળા પર થયેલા નાના બાંધકામો તોડીને જ સંતોષ માની રહ્યા છે.

અધિકારી મગરમચ્છોના ગેરકાયદે બાંધકામ ક્યારે દૂર કરશે

રાજકોટ મનપાને જાણ થઈ કે કુવાડવા રોડ પર વોકળા પર ગેરકાયદે બાંધકામ થયું છે મનપા જેસીબી લઈ ને પહોંચી ગયું અને બાંધકામ દૂર કર્યું અને કામગીરી બતાવવા પ્રેસ નોટ પણ મૂકી. જેમાં મનપા દ્વારા ૨૨૦૦ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી ૪ પાકા વાડા અને ૩ પશુ બાંધવાના છાપરા અને બે રૂમનું બાંધકામ દૂર કર્યા હોવાનું જણાવ્યું હતું. પણ નાના લોકોના બાંધકામો દૂર કરી બહાદુરી બતાવતા અધિકારી મગરમચ્છોના ગેરકાયદે બાંધકામ ક્યારે દૂર કરશે તેની રાજકોટવાસીઓ ચર્ચા કરી રહ્યા છે..

ક્યાં ક્યાં વિસ્તારમાં વોકળા પર ગેરકાયદે બાંધકામ થયું છે.

રાજકોટ મહાનગર પાલિકા ભળેલા નવાગામમાં વોકળા પર અનેક ગોડાઉન બની ગયા પણ મનપા સૂતી રહી છે જ્યારે ભક્તિનગર વિસ્તારમાં વોકળા પર બાંધકામ ચાલુ છે પણ મનપાને દેખાતુ નથી. રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં વોકળા પુરી દઇ બાંધકામ કરાયું છે પણ મનપાને દેખાતું નથી.

મોટા મોટા ગેરકાયદે બાંધકામો

રાજકોટ મનપા વિસ્તારમાં આવેલ વોકળા પર મોટા મોટા ગેરકાયદે બાંધકામો ચાલુ છે તે મનપાના અધિકારી દેખાતા નથી અને બિલ્ડર્સ અનેક વોકરા બુરી બાંધકામ કરવાની તૈયારીઓમાં છે તો મનપાની આંખો કેમ બંધ છે. નાના બાંધકામો દૂર કરી વોકરા પરના બાધકામો દૂર કરી કામગીરી બતાવી રહ્યા છે અને મોટા બિલ્ડર સાથે અધિકારીઓની સાંઠગાઠ હોય એ ખુદ અધિકારીઓ પણ પોતે જ સાબિત કરી રહ્યા છે ?

આ પણ વાંચો— SURAT : પડોસી જ બાળકને ઉપાડી જતા વિસ્તારમાં ચકચાર, સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે