+

સોના-ચાંદીના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

ભારતીય શરાફા બજારમાં આજે એટલે કે 2 જૂન 2023ના રોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. સોનાનો ભાવ 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પાર છે. જ્યારે ચાંદીનો ભાવ…

ભારતીય શરાફા બજારમાં આજે એટલે કે 2 જૂન 2023ના રોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. સોનાનો ભાવ 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પાર છે. જ્યારે ચાંદીનો ભાવ 72 હજાર રૂપિયા પ્રતિ કિલોથી ઉપર પહોંચી છે. નેશનલ સ્તરે 999 પ્યોરિટીવાળા 24 કેરેટ10 ગ્રામ સોનાની કિંમત 60322 રૂપિયા પર પહોંચી છે. જ્યારે ચાંદીની કિંમત પ્રતિ કિલો 72376 રૂપિયાના સ્તરે પહોંચી છે.

આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે સાંજે 60157ના સ્તરે બંધ થયું હતું જે આજે 165 રૂપિયા વધીને 60322 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 164 રૂપિયા વધીને 60080ના સ્તરે છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 151 રૂપિયા વધીને 55255ના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી હાલ પ્રતિ કિલો 1004 રૂપિયા વધીને હાલ 72376 રૂપિયાના સ્તરે છે.

સોનાના  ભાવમાં વધારો

 

 

 

આ પણ  વાંચો-દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ આચરાયું હોવાનો ખુલાસો થતાં ખળભળાટ

 

Whatsapp share
facebook twitter