Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુવકને જાહેરમાં માર મારનારા શખ્સોને પોલીસે ઉઠબેસ કરાવી કાયદાનું ભાન કરાવ્યું

02:44 PM Aug 04, 2023 | Vipul Pandya
અહેવાલ—કિશન ચૌહાણ, પોરબંદર
સામાન્ય રીતે શાંતિપ્રીય ગણાતા પોરબંદર (porbandar) શહેરમાં ગઈકાલે એક યુવાનને બે શખ્સો દ્વારા ઢોર મારવામાં આવ્યો હતો. આ હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર જાગી હતી અને પોલીસે ગણતરીની કલાકોમાં જ એક આરોપીને ઝડપી લઈ કાયદાના પાઠ ભણાવ્યા હતા.બનાવ વાળી જગ્યાએ પોલીસે જાહેરમાં આરોપીઓ પાસે માંફી મંગાવી હતી.પોલીસની કામગીરી જોઇ આવારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
શું હતી ઘટના
આ બનાવ અંગે મુળ જામનગરના હાપા ખાડીમાં યોગેશ્વર ધામ પાસે અને હાલ પોરબંદરમાં ભાવસિંહજી હોસ્પિટલ સામે, ફૂટપાથ પર રહેતા માનસગ મણીલાલ ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે બે વાગ્યા આસપાસ માનસગ જુની કોર્ટ ખાતે ભીખ માંગી રહ્યો હતો તે દરમિયાન છાંયા બાજુ રહેતો ધવલ શીંગરખીયા અને મયુર રાઠોડ નામના બન્ને શખ્સો તેની પાસે આવ્યા હતા અને ધવલે કહ્યું હતું કે `તે મારા પચ્ચીસ હજાર રૂપીયા ચોરી લીધા છે, તે પરત આપી દે’ તેવું કહેતા માનસગે પોતે કોઈ રૂપીયાની ચોરી કરી ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે ધવલ અને મયુરે એકસંપ થઈ ગાળો આપી હતી અને ઢીકા-પાટુનો માર મારવા ઉપરાંત રીક્ષામાંથી નેતરૂ કાઢીને જેમ-ફાવે તેમ વીસથી પચીસેક નેતરાના ઘા માર્યા હતા. એટલું જ નહીં, ઢોર માર મારી માનસગના કપડા પણ ફાડી નાખ્યા હતા. ત્યારે લોકોનું ટોળું એકઠું થઈ જતા આ બન્ને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. જાહેરમાં હૂમલો કરી શાંતિને ડહોળનાર બન્ને શખ્સો સામે પોલીસે આઈ.પી.સી. કલમ ૩ર૩, પ૦૪, પ૦૬ (ર), ૧૧૪ મુજબ ધોરણસર ગુન્હો દાખલ કરી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. આ બનાવ અંગે કોઈએ મોબાઈલમાં શૂટીંગ કરી લીધું હતું, જેનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી હતી.

પોલીસે બનાવ વાળી જગ્યાએ આરોપીને જાહેરમાં ઉઠબેસ કરાવી
આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે ધવલ સવદાસભાઇ શીંગરખિયા નામના આ શખ્સની ધરપકડ કરી મેથીપાક ચખાડ્યો હતો. જો કે પ્રજામાંથી લુખ્ખાઓના મુદ્દે ભય દુર કરવા એસપી જાડેજાની સૂચનાથી પોરબંદર પોલીસે આજે બપોરે જુની કોર્ટ કંમ્પાઉન્ડ ખાતે ધવલ શીંગરખિયાને જાહેરમાં માફી મંગાવી હતી તેમજ લોકોની વચ્ચે જાહેરમાં ઉઠબેસ કરાવી પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો હતો.  પોલીસની કામગીરી જોઇ આસપાસ નાગરિકોએ પોલીસની કામગીરી બિરદાવી હતી. આ આ કામગીરીમાં પોરબંદર સીટી ડીવાએસપી નિલમ ગૌસ્વામી, કિર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીઆઇ નાયક,ડી સ્ટાફ પીએસઆઇ આર.કે.કાંબરિયા, પીએસઆઇ જાટીયા સહિતના પોલીસ જવાનો આ કામગીરીમાં ઉપસ્થિતિ રહ્યાં હતા.

જિલ્લા પોલીસ વડાની સુચનાથી કારમાંથી બ્લેક ફિલ્મ ઉતારવાની કામગીરી
હવે ઓવર સ્પીડે વાહન ચલાવનાર અને કારમાં બ્લેક ફિલ્મ લગાડેલ  વિરૂધ્ પોલીસ સઘન એકશનમાં મોડમાં આવી વાહન ચેકીંગ ડ્રાઇવ ચલાવામાં આવતા  અવારાત્તવોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પોરબંદરમાં નવા જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ ભગીરથસિહ જાડેજા એક્શનમાં આવ્યા છે. સૌપ્રથમ તેમણે ચાર્જ સંભાળ્યાના દિવસે જ કીર્તિમંદિરે દર્શન બાદ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તો ગઈકાલે તા.૩ને ગુરુવારે શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રીના સમયે નાઈટ પેટ્રોલગ કર્યું હતું. નવા એસપી ભગીરથસિહ જાડેજાની સાથે સીટી ડીવાયએસપી નિલમ ગોસ્વામી, શહેરના પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ અને એસઓજીનો સ્ટાફ પણ પેટ્રોલિંગમાં જોડાયો હતો. ઉલ્લેખનીય છે કે, ચાર્જ સંભાળતા સાથે જ નારી સુરક્ષાને પોતાની પ્રાથમિકતા ગણાવનારા એસપી ભગીરથસિહ જાડેજાએ શહેરના બસ સ્ટેન્ડ ખાતે લુખ્ખાંઓને જેર કરવા માટે એક મહિલા પોલીસની ટીમ પણ તૈનાત કરી છે. નવા જિલ્લા પોલીસ વડાની આ પ્રજાલક્ષી પહેલને સહુ બિરદાવી રહ્યા છે.
આ પણ વાંચો—AMRELI ની મિતિયાળા શાળાની મુલાકાતે શિક્ષણ રાજ્યમંત્રી, “રઘુ રમકડાં”ના વર્ગખંડમાં બાળકો સાથે ગોષ્ઠિ