Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mahisagar જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકો રોજ મોતનો સફર કરે છે

09:35 PM Dec 16, 2023 | Maitri makwana

અહેવાલ – હસમુખ રાવલ, મહિસાગર

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના અત્યંત અંતરિયાળ વિસ્તારના લોકો ઇસવીસન પૂર્વે જીવતા હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે. રાઠડા બેટ ગામના આજુબાજુ વિસ્તારના લોકોને કોઈ પણ અવર જવર કે પછી બાળકોને અભ્યાસ અર્થે જવું હોય તો પાણીમાં હોડીના સહારે જવું પડે છે અને તે પણ સો ફૂટ ઊંડા પાણીમાં થઇને જાણે મોતનો સફર ખેડતા હોય તેમ જીવના જોખમે અહીંના લોકો તેમજ બાળકો જવા મજબૂર બન્યા છે.

અહીંના લોકો આ સમસ્યા ઈસવીસન પૂર્વેથી ચાલી આવી રહી છે ચૂંટણી સમયે નેતાઓ વોટ માંગવા પણ અહીં આવે છે. આ વિસ્તારમાં મતદારોની રીઝવવાની કોશિશ કરે છે. પરંતુ કેટલાય એવા નેતાઓ ધારાસભ્યો ચૂંટાઈને બદલાઈ ગયા પરંતુ આજદિન સુધી આ લોકોની સમસ્યાનો કોઇ પણ અધિકારી કે પદ અધિકારી નિકાલ નથી કરી શક્યા જેથી આવા ડિજિટલ યુગમાં પણ રાઠડા બેટ વિસ્તારના લોકો જાણે ઇસવીસન પૂર્વે જીવતા હોય તે સ્થિતિ ને જોતા લાગી રહ્યું છે. રાજસ્થાન બોર્ડર પર આવેલું રાઠડા બેટ ગામ વિસ્તારમાં મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે. અને અહીંના લોકોની મોટાભાગના ખેડૂતોની જમીનો પણ કડાણા ડેમના બેટમાં એટલે કે નદીમાં ફેરવાઈ ગઈ છે.

જેથી અહીંના લોકોને અન્ય જગ્યાએ મજૂરી કરવા જવું પડે છે અને રોજ કમાઇને રોજ લાવીને ખાવું પડે છે અને પરિવારનું ભરણપોષણ કરવું પડે છે જેથી હાલ તો અહીંના લોકો કફોડી હાલતનો સામનો કરવાનો વારો આવ્યો છે. એવું નથી કે અહીંના લોકોએ રજૂઆત નથી કરી પરંતુ કેટલાય વર્ષોથી કરેલી રજૂઆતોનો કોઈ ઉકેલ લાવી શકે તેઓને નેતા કે કોઈ અન્ય વ્યક્તિ હજુ સુધી કોઈ આ ગામના લોકોને મળ્યો નથી.

ગુજરાત સરકાર દ્વારા વિકાસના નામે મોટા મોટા બણગા મારવામાં આવે છે. વાઇબ્રન્ટ ગુજરાત તેમજ ગતિશીલ ગુજરાતના નારા લગાવવામાં આવે છે. પરંતુ અહીંની પરિસ્થિતિ જોતા આ ગામના લોકોના 18 મી સદીમાં જીવતા હોય તેવા દર્શન થઇ રહ્યા છે. રાઠડા બીટ તેમજ ચાંદરી આ બન્ને ગામોની ચારો તરફ કડાણા જળાશયનું પાછલા વિસ્તારનું પાણી ચારે તરફ ફરી વળતું હોવાથી અંદાજિત 700 થી પણ ઉપરાંત જેટલી વસ્તી ધરાવતા માનવજીવનને સહી ના શકાય તેવી પરેશાનીઓ ભોગવી પડતી હોય છે.

સરકારના ધારાસભ્યો તેમજ મંત્રીઓના કાને જયારે જયારે રજૂઆત કરવામાં આવે છે. ત્યારે તેમના દ્વારા ખાલી વચનો અપાય છે પ્રજાને ઉમદા સુવિધા પ્રાપ્ત કરવામાટે ગુજરાત સરકાર દ્વારા અલગ મહીસાગર જિલ્લા ની રચના કરવામાં આવી છે. છતાં પણ રાઠડા બીટ તેમજ ચાંદરી ગામનો પ્રસ્ન આજ દિન સુદી ઉકેલાયો નથી. પ્રજાએ જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા અવર જવર માટે કોઈ આયોજન કરવામાં આવે તેવી માંગ ગામ લોકો દ્વારા ઉઠી રહી છે.

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનો કડાણા ડેમ જ્યારનો બન્યો છે. ત્યારથી રાઠડા બીટ તેમજ ચાંદરી ગામ આવેલા છે. આ બંને ગામોની આજુ બાજુ ચારે તરફ કડાણા ડેમનું પાણી ફરી વળે છે. જેથી સ્થાનિક લોકોને વહેવાર ખાણી પીણી લેવા દવાખાને જવા દુકાને જવા બાળકોને શિક્ષણ મેળવવા માટે અંદાજુત 50-થી 60 ફૂટ ઊંડા પાણીમાં ટીન બોટના સહારે જવું પડે છે. જે અતિ ભયજનક જોખમી સફર ખેડવો પડે છે. જયારે ચોમાસામાં ચારો તરફ વધુ પાણી ફરી વળતા દરિયા જેવા તોફાનો આવે છે. આવી વિકટ પરિસ્થિત માં જો કોઈ બીમાર કે સગર્ભા સ્ત્રી અહીંયા મૃત્યુ પામે છે.

સરકાર દ્વારા અનેક સુવિધાઓ કરવામાં આવે છે પરંતુ આ સુવિધાઓનો એક પણ લાભ આ બન્ને ગામોને મળતો નથી આ બાબતે સરકાર ને રજૂઆત કરી છે. માનનીય નરેન્દ્ર મોદી જયારે મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે કોઈ પણ ગામ કનેક્ટિવિટી વગર રહેવું ન જોઈએ. જેને લઈને સ્થાનિક ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેના કારણે અહીંયા સ્થાનિક માર્ગ અને મકાન વિભાગ દ્વારા સર્વેની કામ ગિરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સર્વેની કામ ગિરી બાદ આજ દિન સુધી કોઈ પણ અધિકારી અહીંયા આવ્યા નથી. જો બાળકોનું શિક્ષણનું હિત જોઈ સરકાર કોઈ વ્યવસ્થા કરે તેવી માંગ ગામ લોકો કરી રહ્યા છે.

હાલ તો વાલીઓ બાળકોને મહામુસીબતે જોખમ હોવાના કારણે પણ શિક્ષણ મેળવવામાટે મહામુસીબતે મોકલવા પડે છે. સ્થાનિક ગરીબ લોકોની એવી મજબૂરી છે કે રોજ લાવી ને રોજ ખાવા વાળા લોકોને જીવવું ભારે પડી રહ્યું છે. અને ભૂખે મારવાનો વારો આવ્યો છે. સરકારમાં અનેક રજૂઆતો બાદ પણ સરકાર અમારી સામે જોતી નથી

આ બેકવડ એરિયા માં રહી રહેલા લોકો માટે તેમના બાળકો માટે શિક્ષણનો મોટો પ્રશ્ન છે. ચોમાસાની ઋતુમાં પાણી વધારે હોવાથી હોડી ચાલકોમાં ભય જોવા મળતો હોવાથી કેટલાય દિવસો સુઘી હોડી વૈવહાર બંધ રહેતો હોવાથી બાળકોનું ભણતર બગડતું હોય છે. ત્યારે બીમાર માણસ કે સગર્ભા મહિલાને લઇ જવા માટે મોટો પ્રશ્ન ઉભો થતો હોય છે.

આ પણ વાંચો – Ambaji: આચાર્ય સંઘનુ 52મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન