+

300 વર્ષમાં સૌરાષ્ટ્રની રાજધાનીના રૂપમાં ભાવનગરે તેની ઓળખ બનાવી –દેશના વડાપ્રધાનશ્રી

ભાવનગરમાં વડાપ્રધાનશ્રીના આગમનને લઇને ભાવેણાવાસીઓમાં હર્ષની લાગણી છે. હાલમાં ભાવનગરમાં વડાપ્રધાનશ્રીનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કાફલા સાથે ભાવનગરના લોકોનુ અભિવાદન ઝીલતા વડાપ્રધાન મહિલા કોલેજથી રૂપાણી સુધીનો દોઢ કિ.મી. લાંબો રોડ શો કરી રૂપાણી પહોંચ્યા હતા.  અહીં તેમણેે ભાવેણાવાસીઓને સંબોધ્યા હતા.. શિક્ષા અને સંસ્કૃતિના ક્ષેત્રે ભાàª
ભાવનગરમાં વડાપ્રધાનશ્રીના આગમનને લઇને ભાવેણાવાસીઓમાં હર્ષની લાગણી છે. હાલમાં ભાવનગરમાં વડાપ્રધાનશ્રીનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કાફલા સાથે ભાવનગરના લોકોનુ અભિવાદન ઝીલતા વડાપ્રધાન મહિલા કોલેજથી રૂપાણી સુધીનો દોઢ કિ.મી. લાંબો રોડ શો કરી રૂપાણી પહોંચ્યા હતા.  અહીં તેમણેે ભાવેણાવાસીઓને સંબોધ્યા હતા..
 
શિક્ષા અને સંસ્કૃતિના ક્ષેત્રે ભાવનગરની ઓળખ વિશ્વમાં ચમકશે- પી.એમ
ભાવનગરના સૌ સ્વજનોને વડાપ્રધાને નવરાત્રિની ગુજરાતીમાં શુભકામના આપી, સાથે જ આટલા લાંબા સમય બાદ પહેલીવાર આવ્યો તે માટે ક્ષમા માંગી હતી. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે આમ છતાં આજે આપે જે આશીર્વાદ અને પ્રેમ વરસાવ્યો આવી ગરમીમાં આવવા બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. શિક્ષા અને સંસ્કૃતિના ક્ષેત્રે ભાવનગરની ઓળખ વિશ્વમાં ચમકેશ, આજે ભાવનગર આવ્યો છું. ત્યારે ખુશ થયો. જે વિકાસ છેલ્લાં ઘણાં વર્ષોમાં સુરત વડોદરા અમદાવાદમાં છે, તેજ વિકાસ હવે રાજકોટ , જામનગર ભાવનગર પણ વિકસે. અહીં ઉદ્યોગ ખેતી, પર્યટન આ ત્રણેય માટે સારી સંભાવનાઓ છે. આઝાદી બાદ પૂરતું ધ્યાન ન આપવાથી આ કોસ્ટ લાઇનઅવિકસિત રહી. સમુદ્રનું ખારું પાણી અભિશાપ ગણાતું હતું. ઘણું યુવાઘન સુરત જઇ માંડ માડ પોતાનું ગુજરાન કરતાં હતા. અમારી સરકાર આવી ગુજરાતમાં ઘણાં પોર્ટ વિકાસ પામ્યાં, ગુજરાતમાં આજે 3 મોટાં એલ.એન.જી ટર્મિનલ છે.

300 વર્ષની આ સફરમાં ભાવનગરે સતત વિકાસ કર્યો છે
છેલ્લા બે દાયકામાં અમે ગુજરાતના દરિયાકાંઠાને ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવવાના નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે. અમે ગુજરાતમાં ઘણા બંદરોનો વિકાસ કર્યો છે, ઘણા બંદરોનું આધુનિકીકરણ કર્યું છે,એક તરફ જ્યાં દેશે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ વર્ષે ભાવનગર તેની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. 300 વર્ષની આ સફરમાં ભાવનગરે સતત વિકાસ કર્યો છે, સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની તરીકે પોતાની ઓળખ બનાવી છે.રાજ્યના અનેક ઉદ્યોગો વિકસાયા છે, કોલ ટર્મિનલનું નેટવર્ક તૈયાર કર્યું, અમે કોસ્ટલ ઇકો સિસ્ટમને વધુ મજબૂત કરી છે. હવે સૌર ઉર્જાના પ્રોજ્ક્ટ વિકસાવાયા છે. હવે પાલીતાણાં સૌરઉર્જાનું ક્ષેત્ર બનશે, આજ ગુજરાતમાં એક સમય હતો, જ્યારે સાંજે જમવા સમયે વીજળી આવતી તો ખુશી મળતી, અમારી સરકાર આવી ત્યારથી વીજળી આવી છે.  હવે એ દિવસ દૂર નથી કે ઘોલેરા, અમદાવાદ ભાવનગર એક ડેવલપ ક્ષેત્ર બનશે. 


ભાવનગરનું આ બંદર આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મોટી ભૂમિકા ભજવશે
લોથલ આપણી વિરાસતનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે, જેને સમગ્ર વિશ્વના પ્રવાસન નકશા પર લાવવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. લોથલની સાથે સાથે વેળાવદર નેશનલ પાર્કમાં પણ ઈકો-ટૂરિઝમ સર્કિટથી ભાવનગરને ખાસ કરીને નાના વેપારીઓને ફાયદો થશે. ભાવનગરનું આ બંદર આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મોટી ભૂમિકા ભજવશે અને અહીં રોજગારીની સેંકડો નવી તકો ઉભી થશે. આજે ગુજરાતની દરિયાકિનારો લાખો લોકો માટે રોજગારીનું માધ્યમ બની છે, ઉપરાંત દેશની આયાત-નિકાસમાં પણ મોટી ભૂમિકા ભજવે છે. આજે ગુજરાતનો દરિયાકિનારો પુનઃપ્રાપ્ય ઉર્જા અને હાઇડ્રોજન ઇકોસિસ્ટમના પર્યાય તરીકે ઉભરી રહ્યો છે. 

માલ ગાડીઓ માટે અલગ ટ્રેક કરી આ પોર્ટ જોડાશે. રેલ્વેથી સારી સુવિધા માળશે.  
અલંગ પોર્ટ પર સ્ક્રેપ પોલીસીથી રોજગારી ઊભી થશે, સાથે જ આ ક્ષેત્ર વૈશ્વિક વેપારનું ક્ષેત્ર બનશે, ભાવનગરમાં રોજગારીની વિપુલ તક છે. સુરતથી ભાવનગર આવવા કલાકોનો સમય ઉર્જાનું વ્યય થતો હતો આજે ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસથી સૌરાષ્ટ્ર, સુરતનું અંતર ઘટ્યું છે. છેલ્લાં એક વર્ષમાં 3 લાખ લોકો આ માર્ગે સફર કરી ચૂક્યાં છે. 40 લાખ ડીઝલ પટ્રોલ ડીઝલની બચત થઇ છે.  

અમારી માટે સત્તાસુખની ભૂખ નથી પણ સેવા યજ્ઞ છે. જે હજુ પણ ચાલુ રહેશે. – વડાપ્રધાનશ્રી 
અમારી માટે સત્તાસુખની ભૂખ નથી પણ રાજનિતી સેવા યજ્ઞ છે. જે હજુ પણ ચાલુ રહેશે. અમારી ગુજરાતની ધરતી વિકાસનું પ્રતિક છે. અહીં લોથલ વિકાસનું કેન્દ્ર છે. લોથલ સાથે તમામ ક્ષેત્રે ફરી વિકાસ કરાશે. ખાસ કરી માછી મારો  માટે જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે ઘણાં વિકાસના કામ કર્યા તેમને સમુદ્દી સુરક્ષા માટે એક લાલ ઝંડી આપી ઇમરજન્સીમાં માછીમારોને મદદ મળતી હતી હવે આ દેશભરના માછીમારોને પણ સુવિધા આપીએ છીએ. અને સર્વાંગી વિકાસ કરાશે.  સૌની યોજના અંતર્ગત તમામ લોકોને સુવિધા આપી છે. આજે પણ ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતા છે દરેકને મદદરૂપ થવું. હું મુખ્યમંત્રી હતો ત્યારે અહીં ભાવનગરમાં એક દિવ્યાંગ બહેનને ત્રણ પૈડાની સાયકલ આપી ત્યારે તેમણે કહ્યું કે મને સાઇકલ નથી આવડતી, અમને ઇલેક્ટ્રિક ટ્રાઇ સિકલ આપો આ ભાવનગરનો મિજાજ છે. આ જ સામાન્ય લોકોની આકાંક્ષા મને નિરંતર કામ કરવાની ઉર્જા આપે છે. હું  ઘણાં લાંબા સમય બાદ આવ્યો પણ આજે આ વિકાસભેટ આપી બધુ સાંંટુ વાળ્યું છે, ભાવનગરના દાસના પૈંડા નરસિંહના ગાંઠિયા વખણાય છે, બહુ વર્ષો પહેલાં હરિસિંહ દાદા ગાંઠિયા લાવતા, આજે તો નવરાત્રિનું વ્રત ચાલે છે, પરંતું દેશ ભરમાં ભાવનગરના ગાંઠિયા વખણાય છે. જે આપણી ઓળખ છે. આ જે તમામ યોજના આપી તેનો લાભ ભાવનગર સાથે આખા વિશ્વને મળશે. 
પી.એમને અનેક ભેટ આપી સ્વાગત કરાયું
વડાપ્રધાન શ્રી જ્યારે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે ભાવનગરના ખોડિયાર માતાજીની છબી, ભરેલી કોટી, માતાજીના પ્રસાદની ચૂંદડી અને શાલની ભેટ અપાઇ સ્વાગત કરાયું હતું, કાંસાની કૃષ્ણી કાંસાની સુવર્ણ જડિત મૂર્તિ આપી કરાયું સ્વાગત, સાંરગપુર હનુમાનજીનું સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત કરાયું હતું.  
નવરાત્રિનું આ પર્વ ભાવનગર જીલ્લા માટે વિકાસનું પર્વ 
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત પ્રવચનમાં કહ્યું કે, દેશના વડાપ્રધાનનું ગુજરાત વતી સ્વાગત કર્યું હતું, નવરાત્રિનું આ પર્વ ભાવનગર જીલ્લા માટે વિકાસનું પર્વ બન્યું છે. ગુજરાત ત્રણ વર્ષથી ટોપ પર છે. આવનારા સમયમાં આ ટર્મિનલ પ્લાન્ટ દેશમાં નંબર વન બનાવશે, વડાપ્રધાને વિકાસ સાથે પર્યાવરણનો માર્ગ ચીધ્યોં છે. આરોગ્ય શિક્ષણની જરુરિયાતો વડાપ્રધાનની અધ્યક્ષતામાં થયું. નવી પેઢીમાં વિજ્ઞાનનું વિકાસ થાય તે માટે વિકાસ કામો થયાં. ગુજરાતની વિકાસની યાત્રાને આગળ વધારવાની છે. 

વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ 
આજે પી.એમ વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. ઉપરાંત તેઓ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું પણ ઉદઘાટન કરાયું હતું આ સિવાય ચોરવડલા ઝોન વોટર સપ્લાય પ્રોજેક્ટ સહિત પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાયું આ સમગ્ર આયોજન માટે એન્જીનીયર હિતેશભાઈ વ્યાસ (પેઈન્ટર) અને તેમની ટીમના સભ્યો જહેમત ઊઠાવી રહ્યાં છે. 

 
આ પહેલાં વડાપ્રધાને 1.5 કિ.મી. લાંબો રોડ શો કર્યો હતો
રોડ-શોમાં  સંસ્કૃતિની ઝાંખી
આ રોડ શોમાં જુદા જુદા દસ પોઈન્ટ પર બનાવાયેલા સ્ટેજમાં કાઠિયાવાડી સંસ્કૃતિનું પ્રતિબીંબ પડે તેવા 10 કાર્યક્રમોમાં 190 જેટલા કલાકારો દ્વારા પ્રદર્શિત કરી રહ્યાં છે. દર 150 મીટરે એક સ્ટેજ છે. જુઓ વડાપ્રધાનો ભવ્ય રોડ શો રોડ શોમાં 4 પપેટ બાંબુ પર, 2 કચ્છી ઘોડી, 6 મોટા ઢોલ, 2 મંજીરા થાળી, ડાંગના આદીવાસી 21 કલાકારો પીરામીડ બનાવશે. 16 પઢાર ઝાઝવાળા. 10 ભવાઈ મંડળી, 24 રાસગરબા, 16 બજરંગ કુડી હુડો, કલાપથના 24 કલાકારો, કલા અર્પણ સંસ્થાના 24 કલાકારો છે, સાથેજ દેશમાં ચિત્તા લાવનાર વડાપ્રધાન અંગે એક અનોખુ ચિત્તાનું આકર્ષણ છે. રોડ શોમાં અનેકવિધ ભાતીગળ આકર્ષણ કે જેમાં ભવાઈ, રાસ-ગરબા હુડો, ડાંગી નૃત્ય, પપેટ શો સહિતના કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક અને બહારના કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી રહ્યાં છે.


ભાવનગરમાં ભવ્ય રોડ શો
આજે પી.એમ મોદી ડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 1.5 કિ.મી. લાંબો રોડ શો કર્યો હતો. લોકો માટે રસ્તાની બન્ને બાજુ બેરીકેટની વ્યવસ્થા કરાઇ હતી. વડાપ્રધાન અભિવાદન ઝીલ્યું હતું, સાથે જ ચિત્તાની થીમ વિશેષ આકર્ષણ બની હતી ભાવનગરમાં વડાપ્રધાનશ્રી 2.5 કિ.મીનો રોડ શો કરી સભાને સંબોધન કરી હતી . પીએમના રોડ શોની શરુઆત મહિલા કોલેજ સર્કલથી થઇ છે. રોડ શોના  રુટ પર અલગ-અલગ સર્કલ પર 8 સ્ટેજ છે. સ્ટેજ પર નૃત્યો , રાસ ગરબા , હુડો , ભવાઈની ઝાંખી રજૂ કરી હતી. 

 પી.એમ મોદી નરેન્દ્ર મોદીનો આજે 1.5 કિ.મી. લાંબો રોડ શો
લોકો માટે રસ્તાની બન્ને બાજુ બેરીકેટની વ્યવસ્થા છ,  વડાપ્રધાન અભિવાદન ઝીલ્યું હતું.  આ રોડ શોમાં ખાસ : ચિત્તાની થીમ વિશેષ આકર્ષણ બની છે, રોડ શોના રૂટ દરમિયાન 3000 ધજાઓ અને પી.એમ. મોદીના 750 ફોટાઓના બેનરો છે. 25 ફૂટના ચારેબાજુ મઢેલા વડાપ્રધાનના ઊભા કદની તસ્વીર સાથેના દસ ટાવર એ રૂટનું મુખ્ય આકર્ષણ હતું. રસ્તામાં આવતા ડીવાઈડર અને વૃક્ષોનો તીરંગાની થીમથી શણગારેલા હતા.


 

Whatsapp share
facebook twitter