Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Jamnagar : જીજી હોસ્પિટલમાં MRI મશીન એક અઠવાડિયાથી બંધ

04:57 PM Feb 13, 2024 | Vipul Pandya

Jamnagar : જામનગર (Jamnagar)ની સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં MRI મશીન એક અઠવાડિયાથી બંધ હોવાનો ચોંકાવનારી હકિકત બહાર આવી છે. સૌથી આઘાતજનક બાબત એ છે કે જ્યારે મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો ત્યારે તેમને જીજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા પણ MRI મશીન બંધ હોવાથી મંત્રીને રાતોરાત રાજકોટ ખસેડવા પડ્યા હતા. મંત્રી રાઘવજી પટેલે જ MRI મશીનનું લોકાર્પણ કર્યું હત પણ તેમને જ આ મશીન કામમાં આવ્યું ન હતું.

MRI મશીન એક અઠવાડિયાથી બંધ

સરકારી હોસ્પિટલોમાં ચાલતી લાલીયાવાડી અવાર નવાર સામે આવતી હોય છે અને તેના કારણે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં MRI મશીન એક અઠવાડિયાથી બંધ છે જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

MRI મશીન બંધ હોવાથી મંત્રીને રાતોરાત રાજકોટ ખસેડવા પડ્યા હતા

MRI મશીન એક અઠવાડિયાથી બંધ છે. થોડા દિવસ પહેલા રાજ્યના મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતાં તેમને જીજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા પણ MRI મશીન બંધ હોવાથી મંત્રીને રાતોરાત રાજકોટ ખસેડવા પડ્યા હતા. કરોડો રુપિયાનું આ મશીન ખુદ મંત્રીની સારવારમાં કામમાં આવ્યું ન હતું. ખુદ રાઘવજીભાઇએ જ MRI મશીનનું લોકાર્પણ કર્યું હતું.

કરોડો રૂપિયાનું મશીન વસાવ્યાને એક વર્ષ પણ પૂર્ણ થયું નથી

જીજી હોસ્પિટલમાં કરોડો રૂપિયાનું મશીન વસાવ્યાને એક વર્ષ પણ પૂર્ણ થયું નથી. MRI માટે દર્દીઓને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. આ મામલે હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેન્ડેન્ટે કહ્યું કે મશીન જલ્દી શરૂ થાય એવા પ્રયાસ કરાઇ રહ્યા છે.

આ પણ વાંચો–-AMIT CHAVDA : સરકાર પર પ્રહાર! સિંહોના જતન માટે 300 કરોડનો ખર્ચ છતાં બે વર્ષમાં 238 સિંહના મૃત્યુ થયાં!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ