+

નવી જનરેશનને આ OTT પ્લેટફોર્મ પર મળશે ગુજરાતી મનોરંજનનો ખજાનો

ગુજરાતી મનોરંજન જગત હાલમાં એક નવી ઉંચાઇઓને સર કરી રહ્યું છે. 2016માં રાજ્ય સરકાર તરફથી ફિલ્મ ઉદ્યોગને મળેલી છૂટ છાટો અને દર્શકોના અભૂતપૂર્વક પ્રતિસાદને જોતાં હવે ગુજરાતી ભાષાની ફિલ્મો નાટકો ,આલબ્મ સોંગ પણ ઘણાં ચર્ચામાં રહે છે. કોરોના સમયમાં ભલે આ ઉદ્યોગ અને કલાકારોને આર્થિક નુકશાન વેઠવું પડ્યું હોય તેમ છતા વર્ષ 2021માં 32થી વધુ ગુજરાતી ફિલ્મો બની છે, તે આ ક્ષેત્રની સફળતા ગણી શકાય. સાàª
ગુજરાતી મનોરંજન જગત હાલમાં એક નવી ઉંચાઇઓને સર કરી રહ્યું છે. 2016માં રાજ્ય સરકાર તરફથી ફિલ્મ ઉદ્યોગને મળેલી છૂટ છાટો અને દર્શકોના અભૂતપૂર્વક પ્રતિસાદને જોતાં હવે ગુજરાતી ભાષાની ફિલ્મો નાટકો ,આલબ્મ સોંગ પણ ઘણાં ચર્ચામાં રહે છે. કોરોના સમયમાં ભલે આ ઉદ્યોગ અને કલાકારોને આર્થિક નુકશાન વેઠવું પડ્યું હોય તેમ છતા વર્ષ 2021માં 32થી વધુ ગુજરાતી ફિલ્મો બની છે, તે આ ક્ષેત્રની સફળતા ગણી શકાય. સાથે જ  આ સમય દરમ્યાન ગુજરાતી મનોરંજન જગત ન માત્ર સ્ટેજ, થિયેટર, કે  ઓપન એર  પરંતુ તે વિસ્તરીને ઇન્ટનેટ અને મોબાઇલની દુનિયામાં પણ આગવું સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. ત્યારે ગુજરાતના જાણીતા પ્રોડ્યુસર રાજેશ ઠક્કર દ્વારા ગુજરાતી મનોરંજન જગતને નવી ઉંચાઇઓ સુધી પહોંચાડવા માટે નવા ઓ.ટી.ટી પ્લેટફોર્મ ટિકિટ બારીની શરુઆત કરવામાં આવી છે. 
 
યંગ કલાકારો અને તેમની કલાને પ્રોત્સાહન
તાજેતરમાં રાજેશ ઠક્કર દ્વારા તેમના પ્રોડક્શન હાઉસ હેઠળ મલ્હાર ઠાકર અને હિતેન કુમાર સ્ટારર ફિલ્મ ધૂઆંધારનું  નિર્માણ કર્યુ હતું. આ ફિલ્મને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ સિવાય જ્ઞાન સૂર્યા એન્ટરેટમેન્ટ પ્રોડક્શન હાઉસ તરફથી ઘણાં બધાં કલાકારો સાથે ઓડિયો વિઝ્યુલ ફોર્મેટમાં તેમની કલકૃતિઓને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે જ આ નવા ઓ.ટી.ટી પ્લેટ ફોર્મમાં અતીત પુરાણી અને નીરવ શાહ પણ જોડાયેલાં છે. 
શું છે ટિકિટ બારી
આ એક ગુજરાતી પ્લટ ફોર્મ છે. જેના પર હાલમાં કામ ચાલુ છે. ટૂંક સમયમાં તે પ્લે સ્ટોપ પર ઉપલ્બધ થશે. જેમાં ઓલ ટાઇમ હીટ ગુજરાતી ગીતો,નાટકો, ફિલ્મો, વેબ સિરિઝનો આનંદ દર્શકો ઉઠાવી શકેશે. હાલમાં ગુજરાતી મનોરંજન જગત સફળ ક્ષેત્ર તરીક ઉભરી આવ્યું છે. પાછલા 5 વર્ષમાં નવી અર્બન ગુજરાતી ફિલ્મો અને વેબ સિરિઝને દર્શકોના મળેલા અભૂતપુર્વ પ્રતિસાદને જોતાં હવે ઘણા નવા ઉદ્યોગ સાહસિકો, કલાકારો , પ્રોડ્યુસરો આ ક્ષેત્ર સાથે જોડાવા લાગ્યાં છે. 
 
અહીં દર્શકોને મળશે ગુજરાતી મનોરંજન
પોતાના નવા સાહસ વિશે વાત કરતા ટિકિટ બારીના ફાઉન્ડર રાજેશ ઠક્કરે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં હિન્દી ભાષાના મનોરંજન માટે ઘણા માધ્યમો છે, પરંતુ ગુજરાતી મનોરંજન માટે ખૂબ ઓછા માધ્યમ છે. તેથી અમે દર્શકોને પરવડે તેવી કિંમતે ઘરે બેઠાં પોતાના સમયે પોતાની ભાષામાં ગમતું મનોરંજન આંગળીના ટેરવે મેળવી શકે તે માટે અમે આ નવા ઓ.ટી.ટી પ્લેટ ફોર્મની શરુઆત કરવા જઇ રહ્યાં છીએ. જેમાં અમે યંગ જનરેશન ગુજરાતી ભાષાની સમૃદ્ધિ, વારસો અને ઇતિહાસને મનોરંજનના માધ્યમથી જાણી જોઇ શકે તે માટે આ પ્લેટફર્મ બનાવી રહ્યાં છે. મને વિશ્વાસ છે કે દર્શકોને તે જરુર ગમશે.
Whatsapp share
facebook twitter